એ રીત પણ સારી નથી – પ્રજ્ઞા દીપક વશી

.

સાવ ખોટું થાય ને ઊભા રહી જોયા કરો, એ રીત પણ સારી નથી

જિંદગી લૂંટાય ને ઊભા રહી જોયા કરો, એ રીત પણ સારી નથી

 .

જીતવાની વાત પર ખુશી મનાવો ત્યાં સુધી સહુ ઠીક છે પણ જ્યાં પછી

હારથી દુભાય ને ઊભા રહી જોયા કરો, એ રીત પણ સારી નથી

 .

ઝાંઝવાનું જળ મળે એ કામના સાથે ભલે દોડી તમે રણમાં ભળો

પણ ગળું ટૂંપાય ને ઊભા રહી જોયા કરો, એ રીત પણ સારી નથી

 .

કોણ કોનું છે અહીં એ વાત તું જાણે છતાં ખોટી રીતે ગંઠાયેલા

સગપણો રહેંસાય ને ઊભા રહી જોયા કરો, એ રીત પણ સારી નથી

 .

રોજ તો ગઝલ ને ગીતે સાવ નોખું તેજ લૈ ‘પ્રજ્ઞા’ ખીલે મન આંગણે

ને છતાં અંજાય ને ઊભા રહી જોયા કરો, એ રીત પણ સારી નથી

 .

( પ્રજ્ઞા દીપક વશી )

Share this

4 replies on “એ રીત પણ સારી નથી – પ્રજ્ઞા દીપક વશી”

Leave a Reply to ક્રિષ્ના Cancel reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.