
.
ગૌર પ્રાંગણ
સિંહસદ અને પાઠભવનની વચ્ચે જે મોટું મેદાન છે તેનું નામ છે ગૌર પ્રાંગણ. શાંતિનિકેતનના પૂર્વ વિદ્યાર્થી અને અધ્યાપક ‘ગૌરગોપાલ ઘોષ’ની સ્મૃતિમાં આ પ્રાંગણનું નામ ‘ગૌર પ્રાંગણ’ રાખવામાં આવ્યું છે. નેતાજી સુભાષચંદ્રનો જન્મદિવસ, સ્વતંત્રતા દિવસ, પ્રજાસત્તાક દિવસના અવસર પર અહીં કાર્યક્રમો રાખવામાં આવે છે.
.

.

.

.

.

.
વિદ્યાલય ગૃહ (પાઠભવન-જૂનું ગ્રંથાગાર)
સિંહસદનની સામે ગૌર પ્રાંગણની ઉત્તર દિશામાં વિદ્યાલય ગૃહ છે. જેમાં પાઠ ભવનની ઓફિસ છે. પહેલા અહીં વિશ્વવિદ્યાલયનું ગ્રંથાગાર હતું. આ ઘરના એક માળને ૧૮૯૯માં બલવેન્દ્રનાથ ટાગોરે બનાવડાવ્યો હતો. ૧૯૦૧માં રવીન્દ્રનાથે આ ઘરમાં બ્રહ્મચર્યાશ્રમ વિદ્યાલયનો આરંભ કર્યો હતો. આ ઘરના વરંડાને વિવિધ ચિત્રોથી સજાવવામાં આવ્યો છે. (હજુ થોડા વધુ ચિત્રો વરંડાની દીવાલો પર હતા જેના ફોટોગ્રાફ્સ લઈ શકાયા હોત. પણ બે મળેલા જીવ શાંતિથી ત્યાં બેસીને વાતો કરતા હતા. તો તેમને ખલેલ પાડવાનું યોગ્ય ન લાગ્યું).
.

.

.

.

.
છાતિમતલા
શાંતિનિકેતન આશ્રમનું પ્રાણકેન્દ્ર છે “છાતિમતલા”. એ ઉત્તરાયણની સામે સ્થિત છે. ઈ.સ. ૧૮૬૨માં મહર્ષિ દેવેન્દ્રનાથ ટાગોર જ્યારે રાયપુરથી લોર્ડ ભૂવનમોહન સિંહના ઘરે જતા હતા ત્યારે રસ્તામાં આ છાતિમતલામાં થોડો સમય વિશ્રામ અને ઉપાસના કરી હતી. અહીં તેમણે ધ્યાન દરમ્યાન મનની શાંતિનો અનુભવ કર્યો હતો. ત્યારે તેમને પહેલી વખત આ જગ્યાએ શાંતિનિકેતન આશ્રમની સ્થાપના વિશે વિચાર આવ્યો હતો. આ જગ્યા છાતિમ વૃક્ષ, શાલ, તાલ, મહુઆ, બેડા દ્વારા ઘેરાયેલી છે. જેની વચ્ચે મનોરમ્ય વેદી છે. વેદીની ઉપર સફેદ પત્થરો પર લખ્યું છે “”तिनि आमार प्राणेर आराम, मनेर आनन्द, आमार शांति’. આ મહર્ષિ દેવેન્દ્રનાથની આત્મ ઉપલબ્ધિ છે.
.

.
.

.
કલા ભવન (નવનન્દન)
રવીન્દ્રભવન અને નાટ્યઘરની દક્ષિણ દિશામાં શ્રીનિકેતન જવાની પાકી સડકના કિનારે આવેલું છે ‘કલાભવન’. જેનું ઉદ્દઘાટન ૧૯૮૧માં ઈન્દિરા ગાંધીએ કર્યું હતું. કલા ભવનના જૂના ઘરનું નામ હતું ‘નન્દન’. આ નામ નન્દલાલ બસુ દ્વારા આપવામાં આવ્યું હતું. આ પરથી જ નવા ઘરનું નામ પડ્યું ‘નવનન્દન’. અહીં પ્રદર્શન કક્ષા સિવાય સંગ્રહશાળા, ગ્રંથાગાર અને ઓફિસ છે. સંગ્રહશાળામાં પ્રતિષ્ઠિત કલાકારોના ચિત્રો તથા શિલ્પોનો સંગ્રહ છે. પ્રદર્શન કક્ષમાં ચિત્રોનું પ્રદર્શન યોજાય છે.
નવનન્દનથી થોડે દૂર કલા ભવન છે. આ વિસ્તારમાં વિખ્યાત શિલ્પિઓ રામકિંકર બૈજ, નન્દલાલ બસુ, વિનોદબિહારી મુખોપાધ્યાય, સોમનાથ હોડ પ્રભિતિ વગેરે દ્વારા તૈયાર કરવામાં આવેલા ચિત્રો કે શિલ્પો મૂકવામાં આવ્યા છે. ઘરદ્વાર પણ શિલ્પકલા દ્વારા અલંકૃત છે. ભવનના વિભિન્ન સ્ટુડિઓ વિદ્યાર્થીઓ માટે ખૂલ્લા રહે છે. અહીં વિતાવેલી પ્રત્યેક ક્ષણ દર્શકોને મોહિત કરી દે છે.
ક્રમશ:
ખૂબજ સુંદર ફોટોગ્રાફ્સ સાથે પૂરક માહિતી દ્વારા અલ્પ જાણકારી નો લાભ મળે છે. ધન્યવાદ !
ખૂબજ સુંદર ફોટોગ્રાફ્સ સાથે પૂરક માહિતી દ્વારા અલ્પ જાણકારી નો લાભ મળે છે. ધન્યવાદ !
ઘણા સુંદર ફોટા લેવાયા છે વિગતો પણ શાસ્ત્રોક્ત દ્રષ્ટીએ ઐતિહાસિક રીતે અપાઈ છે…”મૂળ” તો રસ હોય..મન હોય તો ગમે તેટલા ઊંડા ઉતરી / ઉતારી શકાય..
ફરી ફરીને લખતો રહીશ કાળક્રમે…વધુ ને વધુ=’ મોર એન્ડ મોર ‘ માણતો રહીશ …
અભિનંદન હિનાબેન…
-લા’કાન્ત / ૨૮-૯-૧૨
ઘણા સુંદર ફોટા લેવાયા છે વિગતો પણ શાસ્ત્રોક્ત દ્રષ્ટીએ ઐતિહાસિક રીતે અપાઈ છે…”મૂળ” તો રસ હોય..મન હોય તો ગમે તેટલા ઊંડા ઉતરી / ઉતારી શકાય..
ફરી ફરીને લખતો રહીશ કાળક્રમે…વધુ ને વધુ=’ મોર એન્ડ મોર ‘ માણતો રહીશ …
અભિનંદન હિનાબેન…
-લા’કાન્ત / ૨૮-૯-૧૨