.
.

.
.
આમ્રકુંજ
ઉત્તરમાં મંદિર અને દક્ષિણમાં શાલવીથિની મધ્યમાં આમ્રકુંજ છે. અહીં ખૂલ્લા આકાશમાં વૃક્ષની નીચે અભ્યાસ કરવામાં આવે છે. વિશ્વવિદ્યાલયના અનેક કાર્યક્રમો અહીં થાય છે. પહેલાં અહીં રવીન્દ્રનાથનો જ ન્મોત્સવ, નોબેલ પુરસ્કાર પ્રાપ્તિનો અભિવાદન કાર્યક્રમ વગેરે કાર્યક્રમો યોજવામાં આવતા હતા. શાંતિનિકેતનની મુલાકાતે આવનારા મહાનુભાવો પણ અહીંથી સંબોધન કરતા હતા. હજુ પણ વિશ્વભારતીનો પદવીદાન સમારંભ આ આમ્રકુંજમાં જ યોજવામાં આવે છે.
.

.

.

.

.

.
ઘંટાઘર
શાલ્વીથિની વચ્ચોવચ માધવી કુંજની દક્ષિણમાં ગૌરપ્રાંગણના વટવૃક્ષની નીચે ઘંટાઘર છે. પ્રાચીન બૌદ્ધ સ્તુપનું અનુકરણ કરીને આ ઘંટાઘરનું નિર્માણ કરવામાં આવ્યું હતું. વર્તમાનમાં અહીં વિદ્યાર્થીઓના ક્લાસ લેવાય છે.
.

.

.

.

.

.
સિંહસદન
ગૌર પ્રાંગણની દક્ષિણમાં સિંહસદન છે. આ ઘરની પરિકલ્પના સુરેન્દ્રનાથ કૌરે કરી હતી. આ ઘરની છત ઉપર એક બાજુ ઘંટાઘર છે અને બીજી બાજુ ઘડિઘર છે. ઘંટના સાંકેતિક ધ્વનિથી વિદ્યાર્થિઓ સમજી જાય છે કે તે શેના માટે વગાડવામાં આવે છે. રાયપુરના જમીનદાર લોર્ડ સત્યેન્દ્રપ્રસન્ન સિંહની આર્થિક સહાયથી આ ઘરનું નિર્માણ કરવામાં આવ્યું હતું. એટલે આ ઘરનું નામ ‘સિંહસદન’ રાખવામાં આવ્યું છે. ૧ ઓગષ્ટ ૧૯૪૦માં આ જ ઘરમાં રવીન્દ્રનાથને ઓક્સફર્ડ વિશ્વવિદ્યાલયે ડી. લિટ.ની પદવીથી વિભૂષિત કર્યા હતા. વર્તમાનમાં અહીં વિશ્વવિદ્યાલયના નાના-મોટા કાર્યક્રમો અને સાહિત્યસભાનું આયોજન થાય છે.
ક્રમશ:
મારી પાસેની અન્ય એક બુકમાં , બાઉલ લોકોનું વર્ણન પણ છે , પણ તે જયારે પોસ્ટ લખું ત્યારે . . .
મારી પાસેની અન્ય એક બુકમાં , બાઉલ લોકોનું વર્ણન પણ છે , પણ તે જયારે પોસ્ટ લખું ત્યારે . . .
હીનાબેન,
શાંતિનિકેતનની સુપેરે સચિત્ર યાત્રા કરાવવા માટે ખુબ ખુબ આભાર.તમે તો ઘેર બેઠા ગંગા તાણી લાવ્યા. અન્ય ઐતિહાસિક સ્થળોની આજ રીતે યાત્રા કરાવતા રહેશો.પ્રભુ આ માટે તમને શક્તિ અને સામર્થ્ય બક્ષે એવી શુભેચ્છા.

શાંતિનિકેતન ચિત્રકથા -૪ પસંદ આવી. એક બાબત ફક્ત પૂછવાની કે જે કોઈ નામ દર્શાવામાં આવેલ છે જેમ કે આમ્રકુંજ … દરેક નામ પાછાળ કોઈ કથા કે પ્રસંગ-હેતુ છે ખરો ?
સુંદર ફોટોગ્રાફ્સ બદલ ધન્યવાદ !
શાંતિનિકેતન ચિત્રકથા -૪ પસંદ આવી. એક બાબત ફક્ત પૂછવાની કે જે કોઈ નામ દર્શાવામાં આવેલ છે જેમ કે આમ્રકુંજ … દરેક નામ પાછાળ કોઈ કથા કે પ્રસંગ-હેતુ છે ખરો ?
સુંદર ફોટોગ્રાફ્સ બદલ ધન્યવાદ !
gujarati vachak ne sundar lekho male tenathi vadhu kayi khushi hoy…danayvaad.
gujarati vachak ne sundar lekho male tenathi vadhu kayi khushi hoy…danayvaad.