Skip links

આશા – જિજ્ઞાસુ દક્ષિણી ‘પેસિફિક’

મારી મમ્મી

ગઈ કાલે એક માટલું લાવી;

ટકોરા મારીને તપાસ્યું.

 .

આજે તે

શ્રીફળ લાવી;

ટકોરા મારીને તપાસ્યું.

 .

આવતી કાલે-

તે મારા માટે

છોકરો જોવા જવાની છે….

 .

( જિજ્ઞાસુ દક્ષિણી ‘પેસિફિક’ )

Leave a comment