…પણ ખરો – સુરેન્દ્ર કડિયા

ઝરણું કદી, કદી હું નદી હોઉં પણ ખરો

તાજા-કલમ લખું ને પછી રોઉં પણ ખરો

 .

કોઈ કહો મને કે લઘુથીય લઘુ શું ?

કીડીની પાદુકા મળે તો ધોઉં પણ ખરો

 .

મણકાની જેમ હું વીખેરી દઉં મને પ્રથમ

ભેગો કરી-કરીને પછી પ્રોઉં પણ ખરો

 .

મુઠ્ઠીમાં ઉછેરું છું નભોમય નિબિડતા

તારકનું તેજ ટીપે-ટીપે ટોઉં પણ ખરો

 .

સંતોએ ગોઠવી છે રમત, બસ રમ્યા કરું

ખુદને જડું જરીક, જરી ખોઉં પણ ખરો

 .

( સુરેન્દ્ર કડિયા )

Share this

4 replies on “…પણ ખરો – સુરેન્દ્ર કડિયા”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.