ગોરજટાણું – ભગવતીકુમાર શર્મા

હરિ, મન ઝંખે ગોરજટાણું;

ગાયોની ઘંટડીઓ સાથે મોકલશો ને આણું ? હરિ.

 .

સૂર્ય ઢળે તો થાય તમારા અસલ તેજની ઝાંખી;

જૂઠા ઝબકારા સામે મેં આંખ ઉઘાડી રાખી;

બળબળતી બપોરનું મારે શું લેવું ઉપરાણું ?

હરિ, મન ઝંખે ગોરજટાણું…

 .

શિંગડીઓના ઉજાસમાં રજકણને આછી ડમરી;

ખરીઓના ભણકારામાં હું તમને લઉં છું સમરી;

ઘરને ખૂણે ધૂંધવાય છે ધીમું છેલ્લું છાણું;

હરિ, મન ઝંખે ગોરજટાણું…

 .

( ભગવતીકુમાર શર્મા )

Share this

2 replies on “ગોરજટાણું – ભગવતીકુમાર શર્મા”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.