ગોરજટાણું-(૨) – ભગવતીકુમાર શર્મા

.

હરિ, તમારાં ચરણકમળ પર હું ઝાકળનું બિંદુ,

તમે કરો દ્રષ્ટિ તો બનું હું શરદ પૂનમનો ઈન્દુ.

 .

ક્યારે રાત પડે-ની મારે કરવી પડી પ્રતીક્ષા,

સૂર્ય ઊગે તે પહેલાં મેં પણ પૂરી કરી પરીક્ષા

ઝમ્યું કમળદળ પર હું-જાણે મોતી મઢેલો સિંધુ…

હરિ, તમારા…

 .

મુજથી ભીનાં કમળપુષ્પને મળ્યાં તમારાં ચરણ,

ધન્ય થયો અવતાર ને મારું પલળ્યું અંત:કરણ.

પળ બે પળનું આયખું મારું-જાણે ઊડ્યું પરિન્દુ !

હરિ, તમારા…

 .

( ભગવતીકુમાર શર્મા )

Share this

4 replies on “ગોરજટાણું-(૨) – ભગવતીકુમાર શર્મા”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.