એ બધાંનું ધ્યાન રાખે છે – નીતિન વડગામા

સતત જાગી-જગાડી એ બધાંનું ધ્યાન રાખે છે

સ્વયં દાંડી વગાડી એ બધાંનું ધ્યાન રાખે છે.

 .

ભલે મધરાતના ભૂલા પડ્યા સૌ જંગલોમાં પણ

સમયસર સાદ પાડી એ બધાંનું ધ્યાન રાખે છે.

 .

નરી સંજીવની જેવું મળ્યું અકસીર એ ઓસડ

દરદ સઘળાં મટાડી એ બધાંનું ધ્યાન રાખે છે.

 .

ઘડીભરમાં જ  આખા બંધ ઘરમાં પ્રાણ પુરાશે

બધી બારી ઉઘાડી એ બધાંનું ધ્યાન રાખે છે.

 .

યુગોનો થાક ઓગળશે હવે તો એક બે પળમાં

રમત નોખી રમાડી એ બધાંનું ધ્યાન રાખે છે.

 .

( નીતિન વડગામા )

 

 

Share this

4 replies on “એ બધાંનું ધ્યાન રાખે છે – નીતિન વડગામા”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.