જાય તો બસ – આબિદ ભટ્ટ

જાય તો બસ ઘર સુધી તું જઈ શકે

પ્રેમ માર્ગે પર સુધી તું જઈ શકે.

 .

ભેજનું મળવું પગેરું જોઈએ

એ પછી સરવર સુધી તું જઈ શકે.

 .

ઠેસ વારંવાર ચૂમે જો ચરણ

આખરે પગભર સુધી તું જઈ શકે.

.

માત્ર હણવાની ધરાવે આવડત

એટલે તો શર સુધી તું જઈ શકે.

.

એક લીલી પાઘડી બાંધું તને

જો કદી તરુવર સુધી તું જઈ શકે.

 .

યત્ન કર પહોંચી જવા તારા સુધી

શક્ય છે ઈશ્વર સુધી તું જઈ શકે.

 .

( આબિદ ભટ્ટ )

 

 

 

Share this

4 replies on “જાય તો બસ – આબિદ ભટ્ટ”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.