એક અરજ – રિષભ મહેતા Feb19 બાળકને બાળક રહેવા દો બચપણ ઉપર હક રહેવા દો એની રીતે મોટું થાશે એને માટે તક રહેવા દો… ! હું છું સીધો સાદો માણસ, ચમક દમક રોનક રહેવા દો થોડામાં પણ હું તો રાજી આ ખુશીઓ અઢળક રહેવા દો. બમણાવેગે વધીશ આગળ ટીકા બધી ક્ષુલ્લક રહેવાદો પ્રશંસકોની સાથે સાથે સમજદાર નિંદક રહેવા દો… ! ચોમાસું આવે ના આવે આંખોમાંચાતક રહેવા દો કોઈને તો રસ્તો મળશે રસ્તામાં દીપક રહેવા દો… ! હોય ભલે નાનો કે નબળો મારામાં સર્જક રહેવા દો… ગઝલને જોતા ‘વાહ’ કહી દે એવો એક ચાહક રહેવા દો… ! ( રિષભ મહેતા )
ખૂબજ સુંદર અને મનનીય રચના !
jay shree krishna