…અસદુલાહ! (મિર્ઝા ગાલિબ) – લલિત ત્રિવેદી

.

કલમ કાગળ લઈ બોલું છું બિસ્મિલ્લાહ, અસદુલ્લાહ !

અકળ આતિશ ઊઠે છે ને વધે છે દાહ, અસદુલ્લાહ !

 .

કરું છું તરજુમો તો થાઉં છું ગુમરાહ, અસદુલ્લાહ !

તમારી બઝમમાં નહિતર તો છે ઈદગાહ, અસદુલ્લાહ !

 .

કહી દો અપ્સરાને કે ન પકડે બાંહ, અસદુલ્લાહ !

ઝીણેરી કન્યકા સાથે થયા છે બ્યાહ, અસદુલ્લાહ !

 .

ફરક પડતો નથી રેલાય ઝાલરમાં કે કાગળમાં

રૂહાની ફાકામસ્તીને નથી પરવાહ, અસદુલ્લાહ !

 .

જરા શબનમ.. જરા કળીઓ… ને પાંદડીઓ-શો એક કાગજ

ભલે ને પરતવેખૂર છે… ભીતર છે છાંહ, અસદુલ્લાહ !

 .

શબદ પ્રગટે એ ઘટના તો ઈબાદત જેવી છે, વલ્લાહ !

ઝૂકે છે મસ્તક એ જગ્યા છે ઈબાદતગાહ, અસદુલ્લાહ !

 .

ફરક શું કાગઝી પ્હેરણ ને ચીંથરેખાલ-બે વચ્ચે !

નહિતર બેય પર વરસે છે એક જ ચાહ, અસદુલ્લાહ !

 .

ગઝલ ટીકાની બોલીમાં હું સંભળાવું છું બગીચાને

સભામાં એક ધ્યાને સાંભળે અલ્લાહ, અસદુલ્લાહ !

 .

( લલિત ત્રિવેદી )

Share this

2 replies on “…અસદુલાહ! (મિર્ઝા ગાલિબ) – લલિત ત્રિવેદી”

 1. ફેસબૂક પર દીપક સોલીયા પણ મિર્ઝા ગાલિબની એક શૃંખલા શરુ કરી છે, હજુ સુધી ચાર કડી મૂકી છે, ન વાંચી હોય તો વાંચજો, સરસ છે.
  https://www.facebook.com/dipak.soliya.1/posts/10151433701215138 = 3rd

  https://www.facebook.com/dipak.soliya.1/posts/10151415862160138 – 2nd

  https://www.facebook.com/dipak.soliya.1/posts/10151405164325138 – 1st

 2. ફેસબૂક પર દીપક સોલીયા પણ મિર્ઝા ગાલિબની એક શૃંખલા શરુ કરી છે, હજુ સુધી ચાર કડી મૂકી છે, ન વાંચી હોય તો વાંચજો, સરસ છે.
  https://www.facebook.com/dipak.soliya.1/posts/10151433701215138 = 3rd

  https://www.facebook.com/dipak.soliya.1/posts/10151415862160138 – 2nd

  https://www.facebook.com/dipak.soliya.1/posts/10151405164325138 – 1st

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.