દર્દ સીનામાં ભરી – અબ્બાસ રૂપાવાલા ‘રફિક’

દર્દ સીનામાં ભરી જીવી ગયો,

શ્વાસ તરછોડી, ફરી જીવી ગયો.

 .

આયનાને પૂછમાં ચ્હેરા વિશે,

બિમ્બને મનમાં ભરી જીવી ગયો.

 .

મેઘલી કાળી મજાની રાતમાં,

પ્રેમ-કિસ્સાઓ સ્મરી જીવી ગયો.

 .

જિંદગી કડવી હતી તો શું થયું,

હું કઝાને કરગરી જીવી ગયો.

 .

હું ‘રફીક’ છું, હું કદી ડરતો નથી,

મોતને પણ બથ ભરી જીવી ગયો.

.

( અબ્બાસ રૂપાવાલા ‘રફિક’ )

Share this

2 replies on “દર્દ સીનામાં ભરી – અબ્બાસ રૂપાવાલા ‘રફિક’”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.