જનમોજનમની પ્રાર્થના – સુરેશ દલાલ
મારી જનમોજનમની પ્રાર્થના છે :
હે સૂર્યનારાયણ પ્રકટો.
.
કાળી રાતને, વાતને, સદીઓની જમાતને
ચીરીને પ્રકટો.
ઈતિહાસનાં જુઠ્ઠાં જંગલોને બાળી નાખો.
હજીયે અમે એના એ જ વિષચક્રમાં
શાણપણની મશાલ લઈને
ભટક્યા કરીએ છીએ
પાગલોનાં પગલાં ગણતા.
.
યુદ્ધ, હારજીત, પ્રપંચ, કાવાદાવા, છળકપટ
તીર, તલવાર, ભાલા, અશ્વ, હાથી
બંદૂક, ટેન્ક, વિમાન, તોપ…
કોઈ કેમ હજી લગી થાકતું પણ નથી ?
.
મારી જનમોજનમની પ્રાર્થના છે :
હે સૂર્યનારાયણ પ્રકટો.
.
( સુરેશ દલાલ )
હીના બેન પારેખ,
આભાર! યાદ તો કર્યો…ગમ્યું ભીતરમાં.
સૂર્યનારાયણ તો હમેશાં શાશ્વત છેજ….
ચક્રગતિ સમજી, ” જે છે તેનો એહસાસ”
માણી, માની, જાણીની લેવાનો છે અનુભૂતિના સ્તરે
કેમ ખરુંને.. ? .આ હાજર ક્ષણમાં જીવવાનું જો ફાવી જાય તો ?!
એવી એક પ્રકારની હથોટી….આવડત કેળવવાની છે.. આપણે સહુએ
તમે તમરા શબ્દોમાં ” રસાસ્વાદ’ જેવું કરાવી તમારી ભીતર જાગતા ભાવો..ઉત્તી રણઝણ નો શાબ્દિક ચિતાર આપો તો નવા અર્થ..મર્મ પ્રકટે ખરું કે નહીં? વધુ મઝો આવે.. કોઈક .રસજ્ઞ ને..
-લા’કાન્ત / ૧૩-૫-૧૩