વ્યર્થ બોજ – સુચિતા કપુર

સફરની શરૂઆતથી જ

ધીમે-ધીમે

જરૂરી લાગતી ચીજો, જરૂરી ભાવનાઓ

ઊંચકતા જવાની, ભરતા જવાની, ટેવ પડતી ગઈ.

સફરમાં આગળ કામ આવશે,

એમ માની હું ચીજો ભરતી ગઈ.

ભાવો મનમાં સંઘરતી ગઈ,

હળવા રહેવાને બદલે,

વધારે ને વધારે ભાર હું ભરતી ગઈ.

સંબંધો ભાવનાઓને હૃદય-મનમાં ઠાંસતી ગઈ.

સફર તો અવિરત ચાલતી રહી,

પણ, હળવાશથી કાપવાની સફર,

સતત બોજો વેઢારી કપાતી રહી.

રેવાળને બદલે લડખડાતી ચાલ,

‘ને સસ્મિત વદનના બદલે, બોઝિલ ચહેરા સાથે,

મંઝિલ તો હવે સામે જ છે

‘ને સફરની સરળતા માટે,

રસ્તે લેવાયેલું બધું જ અહીં હવે

જમા કરાવવાનું છે.

હળવા થઈ, જેવા હતા તેવા

મંજિલે પહોંચવાનું છે.

નિયમ અફર છે, હું મુંઝાઉં છું

ઘડીક બોજને જોઉં છું, ઘડીક નિયમ વાંચું છું.

જતાં પહેલાં બધું જ છોડવાનું છે

તો આ આખી સફર

મેં આ આટલો બોજો, કેમ ઊંચક્યો ? કેમ ?

 .

( સુચિતા કપુર )

4 thoughts on “વ્યર્થ બોજ – સુચિતા કપુર

  1. ગ્નાન/ જાણકારી…નો બોજો

    જીવનભર વાંચ વાંચ, લખ લખ કર્યા કર્યું!
    અંતરમાં કંઈ કેટલુંએ,વાવ્યું, ધરબ્યું,ભર્યું!
    વ્યાસ મુનિના એક વાળ જેટલુંયે ના થયું,
    ને,ઘમંડ હિમાલય નો લઇ ફરતા,ભાન થયું!
    અહંકાર ઓગાળીને નમ્યો,દિલ-મનથી,થયું.
    મૂળ,અહં છેક નિ:શેષ થયો ત્યારે,આમ થયું
    પછી કઈંક ‘પાત્રતા’ને પામ્યો, ને કામ થયું!
    કઈંક આગે ચાલવાને માટે સાધન તો થયું
    -લા’કાંત / 19-7-13

    Like

  2. ગ્નાન/ જાણકારી…નો બોજો

    જીવનભર વાંચ વાંચ, લખ લખ કર્યા કર્યું!
    અંતરમાં કંઈ કેટલુંએ,વાવ્યું, ધરબ્યું,ભર્યું!
    વ્યાસ મુનિના એક વાળ જેટલુંયે ના થયું,
    ને,ઘમંડ હિમાલય નો લઇ ફરતા,ભાન થયું!
    અહંકાર ઓગાળીને નમ્યો,દિલ-મનથી,થયું.
    મૂળ,અહં છેક નિ:શેષ થયો ત્યારે,આમ થયું
    પછી કઈંક ‘પાત્રતા’ને પામ્યો, ને કામ થયું!
    કઈંક આગે ચાલવાને માટે સાધન તો થયું
    -લા’કાંત / 19-7-13

    Like

Leave a reply to kiran parekh Cancel reply