ચામાચીડિયું – ધીરેન્દ્ર મહેતા Jul30 રોજ રાતે ભૂલું પડેલું ચામાચીડિયું મારા ઘરમાં પેસે; ઊંધે માથે લટકવા ગોતે જગા ને આમતેમ ભટકે અહીંતહીં ભટકાય… ઊંધમૂંધ પડ્યો હું જોયા કરું, ઊંધે માથે લટકવા કેટલો પુરુષાર્થ ! . ( ધીરેન્દ્ર મહેતા )