…જવાનો છું – સુરેન્દ્ર કડિયા

જોઈ ચાલાકી-ભર્યા ચહેરા, ચકિત હું રહી જવાનો છું

હું મને મારા વિનાની ભર-સભામાં લઈ જવાનો છું

 .

દઈ દઈને આટલું બસ દઈ શકું છું નામ-સરનામું

હું પવન છું; આ દિશાથી આ દિશામાં વ’ઈ જવાનો છું

 .

તું કહે તો શબ્દનું પાતાળ પણ તોડી બતાવું, લે

તું કહે તો મૌનનાં મન્વંતરો સૌ કહી જવાનો છું

 .

તું વમળ ઉપર વમળ સર્જી મને ઘેરી શકે છે, પણ

હું નદીના નીર ભેગો નીર થઈને વહી જવાનો છું

 .

તું લખે છે ને લખ્યા કરજે જ કેવળ સૂર્ય-સિતારા

હું મજાની ચાંદનીનો શેષ થઈ જવાનો છું

 .

( સુરેન્દ્ર કડિયા )

Share this

2 replies on “…જવાનો છું – સુરેન્દ્ર કડિયા”

 1. સરસ… એક અંગત અનુભૂતિની વાત, અહીંથી ત્યાં જવાની વાત !

  ” ઊંડે ઓર ઊંડે આ વમળમાં વમળ.તેમાં વમળ,કમળ,
  અહંના વળ,જાણે’બ્લેક હોલ’નું તળ, જાણેએ સ્થિર પળ.
  ‘અને પછી,’આ’કે’તે’?ના વિકલ્પ પણઆગળ પાછળ,
  મનની અંદર બંધાતી રહે,પળ-પળ,’હું’,મારું’ની સાંકળ.
  અને …

  “છેલ્લી વિદાય અને છેક પહોંચી ગયાનો પરમ આનંદ!
  કારણ, મને ના કોઈ દીવાલ,દ્વાર, ખિડકી પરમ આનંદ!
  વિસ્તરું, એક પ્રવાહે,નિરભ્ર આભ,ઉજાશ પરમ આનંદ!
  સઘળું અહીં છલોછલ, તરબતર, સભર પરમ આનંદ!
  મેહસૂસ અસીમને કરું, કણકણમાં સર્વત્ર પરમ આનંદ!
  હકીકતમાં,આ કોચલું-કવચ છે,બધો આભાસ “કંઈક””

  “રજકણથી વિરાટ અનંત શૂન્યમાં વિસ્તરું,
  સમજનું પરીઘ વિસ્તારી ઈશ્વર હું બનું !
  માણસપણું તજીને ચારે તરફ હું વિસ્તરું ,
  ઈશ્વરપણું પહેરી બ્રહ્માંડે હું એમ વિસ્તરું . ”

  -લા’કાંત / ૧૮-૯-૧૩

 2. સરસ… એક અંગત અનુભૂતિની વાત, અહીંથી ત્યાં જવાની વાત !

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.