Skip links

ફક્ત આભાસ – ધ્રુવ ભટ્ટ

અક્ષરો શબ્દના અર્થની સહુ કથા ફક્ત બકવાસ છે કે બીજું કાંઈ છે

ચિત્ત ચેતન અને વ્યક્તના વિસ્તારના ફક્ત આભાસ છે કે બીજું કાંઈ છે

 .

હું નથી તું નથી તે નથી તો પછી કોણ આ તંતના અંત કાજે મથે

વ્યર્થ વાદો નિરર્થક વિવાદો બધું સમયના શ્વાસ છે કે બીજું કાંઈ છે

 .

ચિત્ર ભાળો અને ફક્ત રેખા મળે કે પછી દર્શનો કોણ જાણી શક્યું

મન:સ્થિતિ મન અને હું વચાળે ઘણાં દીર્ધ આકાશ છે કે બીજું કાંઈ છે

 .

પ્રશ્ન તો છે જવાબો જડે કે નહીં એ વળી જો નવા પ્રશ્ન જાગ્યા કરે

પેઢી દર પેઢીએ સંસ્કૃતિ પારના આ જ ઈતિહાસ છે કે બીજું કાંઈ છે

 .

હું જ મારો નથી એ કહી મત કહે કોણ વિદ્વાન ને શું કરે ધારણા

ગ્રંથ કહેશે કહી શાહી ઢોળી ગયા એજ શાબાશ છે કે બીજું કાંઈ છે

 .

માર્ગ છે કે નથી ચાલવું છે સતત લો અડાબીડ નીકળી જવાનું રહ્યું

છો હવે થોભવું સૂચવતા ચોતરફ લાલ પરકાશ છે કે બીજું કાંઈ છે

 .

( ધ્રુવ ભટ્ટ )

Leave a comment

  1. સુક્શ્મતા પૂર્વક ગહનતા ને તાગતી-આંબતી અર્થ-મર્મ સભર ક્રુતિ !સમાંતર,સમાનાર્થી,અવ્યક્તની વાત-મુદ્દા સમાવતી પંક્તિઓ ટાંકવાનું મન થાય છે …

    “રજકણથી વિરાટ અનંત શૂન્યમાં વિસ્તરું,
    સમજનું પરીઘ વિસ્તારી ઈશ્વર હું બનું !
    માણસપણું તજીને ચારે તરફ હું વિસ્તરું ,

    ઈશ્વરપણું પહેરી બ્રહ્માંડે હું એમ વિસ્તરું ”

    હું છું સતત શ્વાસની જેમ,મને ભીતર શું? બ્હાર શું?
    ન બૂઝાતો પ્રકાશ છું હું, છે બધે એ અવકાશ છું હું.
    હું હમેશાં આસપાસ છું, મને દૂર શું ? દૂશવાર શું?

    પૂર્ણપણે પ્રસ્ફુટ પ્રસરતો બ્રહ્મનાદ ઓમકાર છું હું.

    “છેલ્લી વિદાય અને છેક પહોંચી ગયાનો પરમ આનંદ!
    કારણ, મને ના કોઈ દીવાલ,દ્વાર, ખિડકી પરમ આનંદ!
    વિસ્તરું, એક પ્રવાહે,નિરભ્ર આભ,ઉજાશ પરમ આનંદ!
    સઘળું અહીં છલોછલ, તરબતર, સભર પરમ આનંદ!
    મેહસૂસ અસીમને કરું, કણકણમાં સર્વત્ર પરમ આનંદ!
    હકીકતમાં,આ કોચલું-કવચ છે,બધો આભાસ“કંઈક” ”
    —————————————-‘અવ્યક્ત છેક જ નથી એ!હમેશા આસપાસ છે,ભ્રમજાળ!
    સૂરજ, ચાંદ,તારા,વાદળ એ, કોણ રચે આવી માયાજાળ?
    જરીક ઉપર-તળે કરે એમાં, કોની તાકાત છે?કે મજાલ?
    “હું ઘણું બધું કરું છું”એવા મહાભ્રમની જ તો છે બબાલ!’
    -લા’કાંત / ૧-૧૦-૧૩

  2. સુક્શ્મતા પૂર્વક ગહનતા ને તાગતી-આંબતી અર્થ-મર્મ સભર ક્રુતિ !સમાંતર,સમાનાર્થી,અવ્યક્તની વાત-મુદ્દા સમાવતી પંક્તિઓ ટાંકવાનું મન થાય છે …