બુદ્ધિપ્રેર્યો ખુશમિજાજ – એલિઝાબેથ બેરેટ બ્રાઉનિંગ

ઈશ્વરના ઉમદા જગત વિશે

ખડેપગે તૈયાર છીએ ફરિયાદ કરવા આપણે.

ભૂખરાને કોરાકટ પેલા આકાશની ટોચ

ને તેના તળનીય પેલે પાર

આપણો આશાતંતુ લંબાતો ન હોત

તો કરુણાસ્વરે કહી શકત :

મુમુક્ષુ આતમની આસપાસ છે

નિયતિના અવરોધોની પાસ;

પણ મળે છે અવસર

વ્યાપક ને વેળાસર;

વેઠ્યા થોડા દિવસો, દુ:ખોના, ડંખોના

શાને તે માટે બનવું લાચાર ?

નિર્બળ હૃદય, સ્વસ્થ થા,

થોરની વાડ પાસે ગાતા ગાતા ચાલ્યા જતા

મોજીલા મુસાફરની જેમ, મારગે આગળ થા.

કડવી મળે વીશીમાં રોટી, તેથી શું ?

ને ઉઘાડા પગે વાગે અણિયાણા કાંકરા, તોયે શું ?

એટલું તો કહી શકાય ને :

‘આભાર ઈશ્વર તારો; રસ્તો બહુ ટૂંકો છે.’

 .

( એલિઝાબેથ બેરેટ બ્રાઉનિંગ, અનુ. મહેશ દવે )

Share this

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.