દોડતા દોડતા – શીતલ જોશી

દોડતા દોડતા હાંફવાનું નહીં

જિંદગી જીવતા થાકવાનું નહીં

 .

આથમે સૂર્ય માથે ચડેલો છતાં

રાત પડશે એવું ધારવાનું નહીં

 .

પ્રેમ જેવું કશું આપવું જો પડે

આપવાનું, કદી માગવાનું નહીં

 .

એક ખીલ્લી હલે છે હજી ભીંત પર

ભારપૂર્વક કશું ટાંગવાનું નહીં

 .

એક બે વેંત ઊંચા ફરે, છો ફરે

કોઈનું કદ કદી માપવાનું નહીં

 .

આપવો હોય તો જીવ આપો ‘શીતલ’

કાળજું કોઈને આપવાનું નહીં.

 .

( શીતલ જોશી )

One thought on “દોડતા દોડતા – શીતલ જોશી

  1. પ્રેમ કરો તો ડૂબી જજો
    ડૂબકી મારી પછી તરવાનું નહીં
    Superb creation shitalji…

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.