સારું છે તમને – શીતલ જોશી Nov21 સારું છે તમને એની જાણ નથી મારા ભાથામાં એક્કે બાણ નથી . હું તને ઓળખું છું એ રીતે આપણે કોઈ ઓળખાણ નથી . એ જ હાંફી ગયા જે કહેતા’તા જિંદગી ઢાળ છે ચઢાણ નથી . અવગણ્યો એટલે સલામત છું એકે બાજુથી ખેંચતાણ નથી . ભીંત પર બેઉ હાથના થાપા આથી સાદું બીજું લખાણ નથી . ( શીતલ જોશી )