હમણાં જ આવી છું – પ્રજ્ઞા વશી

બધાં મ્હોરાં ફગાવીને હજી હમણાં જ આવી છું

ધૂણી ભીતર જલાવીને હજી હમણાં જ આવી છું

 .

નકામો બોજ સુખનો હું લઈને દોડતી’તી પણ

સમયસર એ હટાવીને હજી હમણાં જ આવી છું

 .

હૃદયથી દૂર ક્યાં એકેય પળ ? હરક્ષણ તમે ધબકો

એ ધબકારાં મપાવીને હજી હમણાં જ આવી છું

 .

તમે છો ગેરહાજર તો ય કાયમ હાજરી લાગે

હું મનને એ મનાવીને હજી હમણાં જ આવી છું

 .

બધા માને કે ‘પ્રજ્ઞા’ સુખનાં તાળાં બધાં ખોલે

હું એ ચાવી બનાવીને, હજી હમણાં જ આવી છું

 .

( પ્રજ્ઞા વશી )  

Share this

2 replies on “હમણાં જ આવી છું – પ્રજ્ઞા વશી”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.