… થાવા દીજિયે – સુરેન્દ્ર કડિયા Apr2 … થાવા દીજિયે સુખ અથવા દુ:ખ પારાવાર થાવા દીજિયે એક ટીપું જળ હલેસા-ધાર થાવા દીજિયે ડૂબવાની પ્રથમિકતાઓ જ ડૂબે સૌ પ્રથમ ધારમાંથી ધાર અનરાધાર થાવા દીજિયે એ નશો કે આભલામાં આભલું ઓછું પડે કુંભ કાચી માટીનો ચિક્કાર થાવા દીજિયે ટેરવાં કંઈ સમસમી બેસી રહે એવાં નથી પંડ વાઢી નાખતો પડકાર થાવા દીજિયે સિંહનો બચ્ચો બનીને શબ્દ તો જન્મી ગયો અર્થ એના એક-બે ખૂંખાર થાવા દીજિયે ( સુરેન્દ્ર કડિયા )