ઘટના-દિનેશ ડોંગરે ‘નાદાન’

નિહાળ્યું સ્વપ્ન રાતે, પ્રાત:કાળે અંત આવ્યો છે,
અધૂરી એક ઈચ્છાનો અકાળે અંત આવ્યો છે.

શિયાળું પ્હોરમાં ફૂલો ઉપર ઓસબિંદુની-
હતી ઝાકળ સમી ઘટના ઉનાળે અંત આવ્યો છે.

સતત આરંભથી છેવટ સુધી આમ જ ઝઝૂમીને,
પ્રણયના એક કિસ્સાનો વચાળે અંત આવ્યો છે.

મહાભારતની એ ગાથા અને ગૌરવભર્યા પાત્રો,
બધાનો એક પાછળ એક હિમાળે અંત આવ્યો છે.

હટાવી લક્ષ્યથી દ્રષ્ટિ હવે અટવાય છે ‘નાદાન’,
પડ્યો છે કાફલો રસ્તે, ઉચાળે અંત આવ્યો છે.

( દિનેશ ડોંગરે ‘નાદાન’ )

Share this

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.