એક કાવ્ય-વિપાશા મહેતા Nov18 હું શાંતિથી રાહ જોતી ઊભીશ. મારી આ દવા વગર તોફાને ચઢેલી નસો શાંત થવાની. પણ ત્યાં તો લોકોએ કંઈ નવું જ ધતિંગ શરૂ કર્યું, મગજમાં ગુસ્સો ભરાવી શરીર ચીંથરેહાલ કરી મોં પર તાળાં ઠોકી કહ્યું જો જો તારી અંદર કેટ કેટલોક તો ગુસ્સો છે અમે તને ફટકાવી ફટકાવી એ અંદરનો ગુસ્સો બહાર લાવવા તારી મદદ કરીએ છીએ, તને બચાવવા. હું મારા શરીરનાં ચીથરાં થતાં જોઈ ઊભી છું શાંત અડીખમ મારા મગજને બચાવતી. ( વિપાશા મહેતા )