ઝાંઝર-ચિનુ મોદી Apr1 હું રણકાવું ત્યારે રણકવાનું ઝણકાવું ત્યારે ઝણકવાનું આમ જાતે જાતે રણઝણવાનું નહીં સમજ, સમજ; તું ઝાંઝર છે. હું કહું : “બસ, બહુ થયું.” એટલે મંત્રમુગ્ધ કરતા તારા ઝંકાર તારે સમેટી લેવાના, શું ? હું રિસાઈને કોપભવનમાં હોઉં કે ભરી ભીડથી છૂટવા એકદંડિયા મ્હેલમાં હોઉં ત્યારે, જાતે જાતે ઝણકીને, મને ખલેલ પહોંચાડવાની નહીં- અબે, તું ઝાંઝર છે પગમાં પહેરેલું રહે, માથે ચડી ના બેસ. ( ચિનુ મોદી )
Adbhut Rachna