લઘુકાવ્યો-મદનકુમાર અંજારિયા ‘ખ્વાબ’ Jun30 ૧. લોભ કચરામાંથી જેને અનાયાસે હીરો મળી જાય, એવા લોકો બીજા હીરાની શોધમાં જિંદગીભર કચરો ફેંદતા રહે છે ! ૨. ઘાતક ઝરણાંને બંધિયાર થવાનું વ્યસન લાગુ પડી જાય, તો પૂરી શક્યતા છે એને ખાબોચિયાનું કેન્સર થવાની ! ૩. પ્રકૃતિ હસતાં-હસતાં વાત સુગંધી કહે સવારે કળીઓ- -ફળની અંદર ફૂલ ન હોય, ન હોય ફૂલમાં ઠળિયો. ( મદનકુમાર અંજારિયા ‘ખ્વાબ’ )