લખજો-સુરેશ ઝવેરી ‘બેફિકર’ Jul2 મેળ પડે તો કાગળ લખજો મેળા જેવો ઝળહળ લખજો સારું સારું આગળ લખજો વાંધાવચકા પાછળ લખજો ઝરણાં જેવો ખળખળ લખજો અટકો ત્યાંથી અટકળ લખજો ચોમાસું જો ફાવે તમને વરસે એવાં વાદળ લખજો ફૂલ ભલે ઘૂંટીને લખતા હળવે હાથે ઝાકળ લખજો પરબીડિયામાં બંધ કરીને ચોંટાડો ત્યાં કાજળ લખજો. ( સુરેશ ઝવેરી ‘બેફિકર’ )
કાગળ લખવાનું સરસ આમંત્રણ.
ખૂબ સરસ ગઝલ
Khoob Saras gazal