લખજો-સુરેશ ઝવેરી ‘બેફિકર’

મેળ પડે તો કાગળ લખજો
મેળા જેવો ઝળહળ લખજો

સારું સારું આગળ લખજો
વાંધાવચકા પાછળ લખજો

ઝરણાં જેવો ખળખળ લખજો
અટકો ત્યાંથી અટકળ લખજો

ચોમાસું જો ફાવે તમને
વરસે એવાં વાદળ લખજો

ફૂલ ભલે ઘૂંટીને લખતા
હળવે હાથે ઝાકળ લખજો

પરબીડિયામાં બંધ કરીને
ચોંટાડો ત્યાં કાજળ લખજો.

( સુરેશ ઝવેરી ‘બેફિકર’ )

6 thoughts on “લખજો-સુરેશ ઝવેરી ‘બેફિકર’

Leave a reply to Pravin Shah Cancel reply