ક્યાં છે તું-નીતા રામૈયા Jul11 ક્યાં છે તું કહીને એ વળગ્યો એનો શ્વાસ મારા ગાલે એની આંગળી એના હાથ કશું જ નહીં સાંભળવાના મિજાજમાં એ મને આટલી હદનું ઝંખે હું એને આટલું આટલું ઝંખું જે કંઈ તૂટ્યું-ફૂટ્યું તેને સાંધી દેતું સડ્યું-મર્યું તેને વીસરાવી દેતું આપણું સાંનિધ્ય આ બધું કેટલાય દિવસે પહેલી વાર ધરતીકંપની તારાજી પછી. ( નીતા રામૈયા )