નીકળે…-દિવ્યા સોની “દિવ્યતા”

સુકાયેલા એ પર્ણની વાતો, લીલીછમ નીકળે;
પાનખરની યાદોમાં આખેઆખી વસંત નીકળે !

ધનીઓને લૂંટી, એ ગરીબોમાં સાંજનું જમણ વહેંચે,
ગામનો પાક્કો વાણિયો પણ ક્યારેક મહંત નીકળે !

આપીશ તને દીકરો, કે જોઈએ છે નાર ગમતી તને?
ઈશે આપેલું ના ગમે તો, લાભ લેવા લેભાગુ સંત નીકળે !

અહીં એકલાનું શું છે ? ભલે રાજ્ય આખું તું જીતે,
એ વિજયયાત્રા પાછળ પણ પોતીકાનો ખંત નીકળે !

જીવનમાં વાત સૌની સાંભળ, જ્ઞાન ચારે દિશાઓ આપે,
મનની ગડમથલ સુલઝાવતો ઘરનો બાળ,સુમંત નીકળે.

( દિવ્યા સોની “દિવ્યતા” )

Share this

2 replies on “નીકળે…-દિવ્યા સોની “દિવ્યતા””

  1. Waah nice poetree. Continue write. If I can adds one kadi:
    મૂક્યા નથી હથિયાર હેઠાં જેણે ઘોર નિષ્ફળતાના દોરમાં,
    લખેલી લલાટે એના નક્કી, સફળતા પણ જ્વલંત નીકળે!

  2. Waah nice poetree. Continue write. If I can adds one kadi:
    મૂક્યા નથી હથિયાર હેઠાં જેણે ઘોર નિષ્ફળતાના દોરમાં,
    લખેલી લલાટે એના નક્કી, સફળતા પણ જ્વલંત નીકળે!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.