ફાગણને વાયરે-ઈશ્વરચંદ્ર ભટ્ટ Mar26 ફાગણને વાયરે છકેલું કે મન મારું ઘેલું ઘેલું, સોણાના સાગરિયે શેલું કે મન મારું ઘેલું ઘેલું. પહેલી અજાણ કોઈ કુંપળ પે હેતથી અંતરની હેલ હું રેલું કે…. શિશિરને વાયરે થીજેલી વૈખરીને રૂમઝુમતી સૂરમાં હું મેલું કે… વાસંતી લ્હેરખીમાં મનના મુકુલ ખીલે સુરભિના છંદમાં છકેલું કે…. સદુરે એકાંત કોઈ અજાણી ભોમમાં તરવરિયા તાલમાં ચગેલું કે… મન તારું શાને ઘેલું ? ( ઈશ્વરચંદ્ર ભટ્ટ )