એનર્જીથી તરબતર સચ્ચિદાનંદ સ્વામીજી

.

યોગ-ઉપવાસમાં જરાય ન માનતા આ સચ્ચિદાનંદ  સ્વામીજી ૯૩ વર્ષે પણ એનર્જીથી તરબતર છે !

 જાણીએ, શું કહેવું છે તેમને પોતાની સદાબહાર તંદુરસ્તી વિશે.

.

કુદરતી જીવન જીવો:

હું વીસ-બાવીસ વર્ષનો હતો ત્યારે રામદેવ બાબા કરાવે છે એવી યૌગિક ક્રિયાઓ કરતો હતો, પણ જ્યારે મને સમજાયું કે આમાંનું ઘણું કુદરત વિરોધી છે, ત્યારે એ બધું મેં છોડી દીધું.

.

નેતી, ધોતી, બસ્તી, કુંજલ, નૌલી જેવી યૌગીક ક્રિયાઓ અને વધુપડતો પ્રાણાયામ કુદરત વિરોધી છે.

.

આખી જિંદગી યોગ કરતા કેટલાય યોગીઓને મેં ભૂંડી રીતે મરતા જોયા છે.

.

યોગીઓએ બતાવેલી આ બધી ક્રિયાઓ આરોગ્યને બરબાદ કરી દે છે. લોકોને પ્રભાવિત કરવા હોય તો આ બધું બરાબર છે, પણ એ કરાય નહીં. ત્યાગી લોકો મરતાં બહુ રિબાય છે.

.

એક ત્યાગી યોગી એટલું રિબાયા હતા કે મરતાં પહેલાં તેમણે એકરાર કર્યો હતો કે તેમણે જે કર્યું એ નહોતું કરવું જોઈતું.

.

મારી સાથે કનખલમાં રહેતા એક યોગી મર્યા ત્યારે તેમના શરીરમંથી એટલી દુર્ગંધ આવતી હતી કે સારવાર માટે તેમને અમેરિકા લઈ જવામાં આવ્યા હતા તોઅમેરિકન સરકારે પણ તેમને તડીપાર કર્યા હતા.

.

આ બધા અનનૅચરલ જીવન જીવે છે, ગુફાઓમાં બેસે તો શરીરને ઑક્સિજન ન મળે અને પલાંઠી વાળીને બેસી રહે તેથી શરીરની હલનચલન ન થાય તેથી તે ડલ થઈ જાય.

.

મહેનત-મજૂરી કરનારા અને સહજ જીવન જીવતા લોકો જ સ્વસ્થ રહે છે અને તેમને સહજ મૃત્યુ મળે છે.

.

મારી આવી તતૂડી ભલે કોઈ ન સાંભળે, પણ એ હકીકત છે.

.

શરીરને સાચવવા હું કાંઈ નથી કરતો. તે એની મેળે જ સચવાય છે.યોગીઓ જે ધ્યાન કરે છે તે કુદરતી નથી, જીવન માટે જરૂરી પણ નથી. તમે જે કામ કરો એ ધ્યાનથી કરો, એમાં મન પરોવીને કરો તો એ તમારું ધ્યાન જ છે.

.

 સોયમાં તમે દોરો પરોવો ત્યારે એ ધ્યાન જ છે.

.

ઘરનું કામ છોડી ધ્યાન કરવા બેસો તો જેવી આંખો બંધ કરો એવું અંદરથી મન કૂદાકૂદ કરવા લાગશે.

.

યોગ અને ધ્યાને લોકોને ઊંધા રસ્તે વાળી દીધા છે. યોગી થવા કરતાં ઉપયોગી થાઓ, લોકોને ઉપયોગી બનો. સેવા પ્રવૃત્તિ કરો. લોકોનું ભલું થાય એવાં કામ કરો એ સૌથી મોટી સાધના છે.

.

ગીતામાં પણ કહ્યું છે કે યોગ: કર્મસુ કૌશલમ.

.

મારો નિત્યક્રમ:

.

– હું રોજ સવારે ૪ વાગ્યે ઊઠી જાઉં છું.

.

– નહાઈ-ધોઈ જાપ તથા પ્રાર્થના કરું.

.

– સાંજે સાડા છ વાગ્યે મંદિરમાં આરતી વગેરે પતે પછી મારી રૂમમાં જઈ થોડી વાર ટીવી જોઉં, જેમાં સમાચાર ખાસ જોઉં અને રાત્રે સાડાઆઠ વાગ્યે સૂઈ જાઉં છું.

.

રોજ સવારે ૧૦ વાગ્યે અને સાંજે ૪ વાગ્યે જમી લઉં છું.

.

હવે ઉંમરના હિસાબે ઊંઘ જલદી ઊડી જાય છે તેથી રાત્રે ૧૨ વાગે જાગીને લખવા બેસી જાઉં ને પાછું મન થાકે ત્યારે સૂઈ જાઉં.

.

૧૯૯૪માં મદ્રાસમાં  બાયપાસનું ઑપરેશન થયું હતું. જોકે એ કર્યા પછી મને સમજાયું કે એની જરૂર નહોતી.ડૉક્ટરોના દબાણને કારણે વળી એ થયું.

.

હાર્ટ માટે ડૉક્ટરે આપેલી એક ગોળી સિવાયની અત્યારે હું કોઈ દવા નથી લેતો.

.

કોઈ વાર તાવ જેવું લાગે તો સુદર્શનની ગોળી લઈ લઉં.

.

શરીરને કોઈ તકલીફ થાય તો આયુર્વેદિક દવા લઈ શકાય.

.

બાકી .. શરીર આપમેળે સારું થઈ જતું હોય છે.

.

સ્વાદિષ્ટ ખાઓ:

હું પહેલાં ખાવામાં ગાંધીજીના અસ્વાદના રવાડે ચઢ્યો હતો.

.

 અસ્વાદ એટલે મીઠું, મરચું, ખાંડ, તેલ, મસાલા વગેરે ન ખાવા.

.

એમાં મારું શરીર બગડી ગયું તેથી મેં એ બધું છોડી દીધું.

.

લગભગ ૩૦-૩૫ વર્ષથી બધું ખાઉં છું તો શરીર સારું રહે છે. મસાલા દવાઓ છે.

.

પશ્ચિમના દેશોના રવાડે ચઢી આપણે મસાલાનો ત્યાગ કરવા લાગ્યા એ ખોટી વાત છે.

.

આપણા મસાલા લેવા માટે તો વાસ્કો દી ગામા ભારત આવ્યો હતો.

.

ખાવાનું હંમેશાં સ્વાદિષ્ટ ખાઓ તો એ પચશે.

.

કોળિયો મોઢામાં આવે ત્યારે ભરપૂર લાળ છૂટવી જોઈએ, એવું એ સ્વાદિષ્ટ હોવું જોઈએ.

.

હું રોજ બે જ ચીજો ખાઉં છું.

.

દાળ-રોટલી

.

અથવા તો શાક-રોટલી.

.

થાળી ભરેલી હોય એવું મને ન જોઈએ, પણ જે હોય એ સ્વાદિષ્ટ હોવું જોઈએ. રોટલી બરાબર શેકાયેલી અને દાળ કે શાક સ્વાદમાં સરસ હોવાં જોઈએ.

.

રસોઈ ખાવાની પ્રેરણા થાય એવી સરસ એ બનેલી હોવી જોઈએ. હું બધું જ ખાઉં છું, કોઈ વસ્તુની ઍલર્જી નથી. કાંદા-લસણ પણ ખાઉં છું.એટલું જ નહીં, આશ્રમમાં બધાને એ ભરપૂર ખાવા કહું છું.

.

ખાવાનું પ્રમાણસર ખાવું જોઈએ. મસાલામાં કે ખાવામાં અતિરેક ન થવો જોઈએ એમ હું માનું છું.

.

મનની પ્રસન્નતા મહત્વની છે, હસો, રમો, ટોન્ટ-ટૂચકા કરો, ખાઓ, જૉબ કરો, હરો-ફરો, જેનાથી મન પ્રસન્ન થાય એ બધું જ કરો, બસ મન મુકીને જિંદગી જીવો. મનની પ્રસન્નતા જ સૌથી મોટો યોગ છે. જે કામ કરો એ મન પરોવીને અને ખુશીથી કરો. જે કરવાથી મન ખુશ રહે એવાં કામ કરો.

.

 મને જૂનાં ફિલ્મી ગીતો સાંભળવાં બહુ ગમે છે. એ હું જ્યારે મન થાય ત્યારે સાંભળું છું.

.

સંગીતકાર શંકર-જયકિશનવાળા જયકિશને જે ધૂનો બનાવી છે… લાજવાબ…!!!

.

થોડા સમય પહેલાં દસ લાખ રૂપિયાના ખર્ચે મેં વાંસદા ગામમાં જયકિશનનું સ્ટૅચ્યુ મુકાવ્યું છે, જે પહેલી વાર બન્યું છે કે કોઈ ફિલ્મ સંગીતકારનું સ્ટૅચ્યુ મુકાયું હોય!

.

જયકિશન વાંસદાનો મિસ્ત્રી હતો એની એના ગામના લોકોને પણ નહોતી ખબર!

.

બસ… એક પ્રોફેસર અને એક સંત  એમ બન્નેના સ્વાદિષ્ટ અને  વિવિધતાસભર ખોરાક વિષેના વિચારોથી  આજ સાંજથી જ તમારા દૈનિક ભોજનમાં પરિવર્તન લાવી દેજો. આ ખવાય, આ ન ખવાય તેના રવાડે ચડતા નહી.

.

 દિલ જે માગે તેને સંતોષજો. અને પછી જુઓ જિંદગીના પાટા કેવા બદલાઈ જાય છે. ચારે તરફ ખૂશી  અને પ્રસન્ન્તા છવાઈ ગઈ હશે અને તમારો પીછો નહી છોડે….

.

( સ્વામી સચ્ચિદાનંદ )

उसके मन में उतरना-सुमन केशरी

उसके मन में उतरना

मानो कुएँ में उतरना था

सीलन-भरी

अन्धेरी सुरंग में

उसने बड़े निर्विकार ढंग से

अंग से वस्त्र हटा

सलाखों के दाग दिखाए

वैसे ही जैसे कोई

किसी अजनान चित्रकार के

चित्र दिखाता है

बयान करते हुए–

एक दिन दाल में नमक डालना भूल गई

उस दिन के निशान ये हैं

एक बार बिना बताए मायके चली गई

माँ की बड़ी याद आ रही थी

उस दिन के निशान ये वाले हैं

ऐसे कई निशान थे

शरीर के इस या उस हिस्से में

सब निशान दिखा

वो यूँ मुस्कुराई

जैसे उसने तमगे दिखाए हों

किसी की हार के…

स्तब्ध देख

उसने मुझे हौले से छुआ..

जानती हो ?

बेबस की जीत

आँख की कोर में बने बाँध में होती है

बाँध टूटा नहीं कि बेबस हारा

आँसुओं के नमक में सिंझा कर

मैंने यह मुस्कान पकाई है

तब मैंने जाना कि

उसके मन में

उतरना

माने कुएँ में उतरना था

सीलन-भरे

अन्धेरी सुरंग में

जिसके तल में

मीठा जल भरा था..!

.

( सुमन केशरी )

मोल-प्रताप राव कदम

भीमकाय

चकित करने वाली विशालता

बिना प्रयास जहां आप ऊपर जा सकते हैं

नीचे भी।

भरसक कोशिश आपको

बरगलाने, ललचाने की

कि आप जरूरत, पसंद की चीजों के अलावा

गैर-जरूरी चीजों को भी रखें धकियाते ट्राली में।

शहर के बड़े होने का अहसास

जुड़ा इस विशालता से

ज्यादा खाने, बे-जरूरत बे-वजह खाने से भी

जुड़ा है बड़े होने का अहसास।

लादे-लादे इसे

घूम रहे हैं जहां-तहां

देख रहे हैं पुतलों को,

सिर नहीं है जिनके

पहने हैं उन्होंने आकर्षक कपड़े

सब आ-जा रहे हैं ऊपर-नीचे

दूसरे तीसरे चौथे माले

सब बे-फिक्र हैं, मस्त हैं, खरीददार हैं

और बेचने वाले आश्वस्त हैं।

.

( प्रताप राव कदम )

.

|| મોલ ||

મહાકાય

ચકિત કરનારી વિશાળતા

વિના પ્રયાસ જ્યાં તમે

ઉપર જઈ શકો

નીચે પણ

પૂરેપૂરી કોશિષ

તમને ભરમાવવા, લલચાવવાની

જેથી તમે જરૂરિયાત અને પસંદગીની વસ્તુઓ ઉપરાંત

બિનજરૂરી ચીજો પણ મૂકતા જાઓ ટ્રોલીમાં

નગરના વિકાસની અનુભૂતિ

જોડાઈ છે આ વિશાળતા સાથે

વધારે પડતું ખાવા, અનાવશ્યક, અકારણ ખાવા સાથે પણ જોડાયેલ છે આ વિશાળતાનો સંદર્ભ

એ બધું લાદીને જ્યાં જ્યાં ફરો છો

એ બધે જુઓ છો પૂતળાં

જેમને શીર્ષ નથી

પણ એમણે પહેર્યા છે આકર્ષક કપડાં

બધા ભાગમભાગ કરે છે ઉપર નીચે

બીજા – ત્રીજા – ચોથા માળે

બધા બેફિકર

બધા મસ્ત

બધા ગ્રાહક

અને વિક્રેતાને નિરાંત છે..

.

( પ્રતાપ રાવ કદમ, હિન્દી પરથી અનુવાદ : ભગવાન થાવરાણી )

रात के साढ़े तीन बजे हैं-शिवांगी गोयल

रात के साढ़े तीन बजे हैं
जाने कैसी सोच में गुम हूँ
कितनी रीलें देख चुकी हूँ
मन फिर भी तो बुझा हुआ है
जीत गई या हार रही हूँ
अब तक कोई खबर नहीं है
अम्मा-बाबा जगे हुए हैं, हैराँ से हैं
भाई मुझसे लिपट गया था
रो उट्‌ठा था
उसके आँसू याद आ रहे
उसकी बेचैनी भी मेरे पोर-पोर में जाग उठी है
सब अन्दर से टूट गया है

.

तुम पूछोगे किसने तोड़ा
एक नाम ले पाऊँगी क्या ?
मेरी आँखें आसमान के उस तारे को देख रही हैं
तुम भी देखो
देखो मेरे नानाजी हैं तारा बनकर
बोल रहे हैं मुझसे लोगों की मत सुनना
उम्र, पढ़ाई, नाम, पदक – सब बेमानी है
लोग कहेंगे चुप रहना, सब सह लेना
लोगों की परिभाषाएँ सब बेमानी है

.

दरवाज़े पर खटके से दिल काँप गया है
छुपकर देखा – कोई नहीं है-बेचैनी है
रात अँधेरी, कोई नहीं है, बेचैनी है
नींद कहाँ है?
शायद बिस्तर के नीचे है, झुककर देखें?
डर लगता है – किससे लेकिन?
एक नाम ले पाऊँगी क्या? सख़्त मनाही है

.

डरना हो तो डर सकती हो लेकिन सख़्त मनाही है
न! तुम कोई नाम न लेना!
रोते-रोते मर जाना पर – नाम न लेना
बड़े लोग हैं, बड़े नाम हैं
कल की लड़की – कौन हो तुम?
तुम्हें कौन सुनेगा?

.

रात समेटो, नींद उठाओ
ठीक तो हो तुम; ठीक नहीं क्या?
क्या पागलपन रोना-धोना
मुँह पर कस के पट्टी बाँधो
चुप – सो जाओ!

.

( शिवांगी गोयल )

પરપોટો ફૂટી ગયો – તુરાબ ‘હમદમ’

wallup.net

જેટલું કોઈ ગરજતું હોય છે,

એટલું એ ક્યાં વરસતું હોય છે.

.

કોક’દિ આવી ચડે કોઈ સ્મરણ,

કેટલી પીડા સરજતું હોય છે.

.

એક પરપોટો હતો ફૂટી ગયો,

કાંઈનું ક્યાં કંઈ ઊપજતું હોય છે.

.

જીવ નાદાની કરી લે છે કદી,

મન બધી વાતે સમજતું હોય છે.

.

આયનો એકીટસે જોયા કરે,

જો કોઈ શણગાર સજતું હોય છે.

.

આમ ઊગી નીકળી ‘હમદમ’ ગઝલ,

શબ્દનું કેવું નીપજતું હોય છે.

.

( તુરાબ ‘હમદમ’ )

પીડા તો – ઈસુભાઈ ગઢવી

સખી, પીડા તો પિયરનું વહાલસોયું ગામ.

સખી, પીડા તો અંગતના આંગણાનું નામ.

.

સુખ આપે પોતાનાં એવું કોણે કીધું?

દુઃખ દે છે પરાયાં એવું માની લીધું!

સખી, સુખ અને દુઃખ તો રાધા ને શ્યામ.

સખી, પીડા તો પિયરનું વહાલસોયું ગામ.

.

હોય આંસુ અઢળક એ તો મોટાં છે ભાગ,

કોણ આંસુ વિણ અંતરની ઓલવશે આગ?

સખી પારકાના પાણીનું આપણે શું કામ?

સખી, પીડા તો પિયરનું વહાલસોયું ગામ.

.

હશે વૈશાખી તાપ તો આવશે અષાઢ,

ઊગે ઊજળું પ્રભાત હશે અંધારું ગાઢ,

સખી, સમજણના સથવારે જીવવાનું આમ.

સખી, પીડા તો પિયરનું વહાલસોયું ગામ.

.

વેદના ને વહાલ તો બે સખીઓનો સાથ,

એક હશે આગળ બીજું પાછળ સંગાથ,

સખી, દુ:ખો તો સાવ કાચાં ઠ્ઠીકરાનાં ઠામ.

સખી, પીડા તો પિયરનું વહાલસોયું ગામ.

.

( ઈસુભાઈ ગઢવી )

ગુરુ પૂર્ણિમા-વૈભવી જોશી

આમ જોવા જઈએ તો આખા વર્ષ દરમિયાન અનેક પૂર્ણિમા આવે છે જેમ કે, શરદ પૂર્ણિમા, કાર્તિકિ પૂર્ણિમા, વૈશાખ પૂર્ણિમા વગેરે… પરંતુ આ બધામાં આજની અષાઢી પૂર્ણિમા થોડી વધારે ખાસ તો ખરી જ, કેમ કે અષાઢી પૂર્ણિમા ગુરુ પૂર્ણિમા તરીકે ઉજવાય છે.

.

જ્ઞાન મેળવવા માટે ગુરુનું હોવું અતિ આવશ્યક છે. આદિ ગુરુ મહર્ષિ વેદ વ્યાસનો જન્મ અષાઢ પૂર્ણિમા પર થયો હતો. તેમનાં માનમાં અને ગુરુનું મહાત્મ્ય સમજવા માટે તથા એમનાં પ્રત્યેનાં પૂજ્યભાવને પ્રગટ કરવા માટે અષાઢ મહિનાની પૂર્ણિમાને ગુરુ પૂર્ણિમાનાં પર્વ તરીકે ઉજવવામાં આવે છે.

.

અષાઢ મહિનામાં આવતી પૂર્ણિમાની ખબર પડતી નથી. હું એટલું ચોક્કસ કહીશ કે આજે રાત્રે અષાઢી પૂનમનો ચાંદ ખાસ જોજો. આકાશમાં વાદળો છવાયેલા હોય છે અને ચંદ્ર દેખાતો નથી. ચંદ્ર વગરની કેવી પૂર્ણિમા ! તમે ક્યારેય કલ્પના કરી શકો છો ? ચંદ્રનાં ચમકતાં કિરણો વિના, પૂર્ણ ચંદ્રનો અર્થ શું હશે ? જો પૂર્ણ ચંદ્રનો ઉલ્લેખ કરવામાં આવે તો શરદ પૂર્ણિમાને કેમ શ્રેષ્ઠ માનવામાં આવે છે ?

.

અષાઢની પૂર્ણિમાની પસંદગી પાછળ ખૂબ ઊંડો અર્થ રહેલો છે. ગુરુ સંસ્કૃતમાંથી ઉતરેલો શબ્દ છે. શાસ્ત્રોમાં ‘ગુ’ નો અર્થ અંધકાર અને ‘રુ’ એટલે તેમાંથી બહાર લાવનાર. આ મુજબ ગુરુનો અર્થ અજ્ઞાન રૂપી અંધકારમાંથી બહાર લાવનાર તથા જ્ઞાન રૂપી પ્રકાશ આપનાર એવો થાય છે.

.

આ અર્થ મુજબ જોવા જઈએ તો ગુરુ પૂર્ણિમાનાં ચંદ્ર જેવા છે, જે પ્રકાશથી ભરેલાં છે અને શિષ્ય અષાઢનાં વાદળો જેવા છે. અષાઢમાં, ચંદ્ર વાદળોથી ઘેરાયેલો છે જેમ ગુરુ વાદળો જેવા શિષ્યોથી ઘેરાયેલા છે. શિષ્ય બધા પ્રકારનાં હોઈ શકે છે. તેઓ કાળા વાદળો જેવાં છે અને તેમાં પણ ગુરુ ચંદ્રની જેમ ચમકી શકે છે. તે અંધકારમય વાતાવરણમાં પણ પ્રકાશ લાવી શકે છે, તે જ ગુરુ પદની શ્રેષ્ઠતા છે.

.

અષાઢી પૂર્ણિમા ભક્તિ અને જ્ઞાનનાં રસ્તે ચાલતાં સાધકો માટે વિશેષ મહત્ત્વ ધરાવે છે. આ દિવસે આકાશમાં અલ્ટ્રા વાયોલેટ રેડિએશન ફેલાય છે. જેનાં કારણે વ્યક્તિનું શરીર અને મન એક વિશેષ સ્થિતિમાં આવી જાય છે. ત્યારે આ સ્થિતિ સાધક માટે ખૂબ જ લાભદાયી હોય છે. ખગોળ શાસ્ત્રની દ્રષ્ટિએ એની અસર એ થાય છે કે, ધ્યાન વગેરે માટે આ સમય સૌથી ઉત્તમ બની જાય છે. આત્મઉત્થાન અને કલ્યાણ માટે ગુરુ પૂર્ણિમાનો દિવસ વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી પણ અતિ ઉત્તમ છે.

.

આપણી સંસ્કૃતિ અને ધર્મની ઈમારતનો પાયો જ્ઞાન છે. મનુષ્યને જન્મ અને સંસ્કાર આપનાર માતાપિતા પછી એને શિક્ષિત કરનાર ગુરુ કે શિક્ષકનું સ્થાન વિશિષ્ટ છે. જોકે હવે ગુરુ શિષ્યની પરંપરા તો રહી નથી પણ ભારતીય સંસ્કૃતિમાં ગુરુનો ઈતિહાસ આદિકાળથી છે. ગુરૂપૂર્ણિમા એટલે મહાભારતનાં રચયિતા કૃષ્ણ દ્વૈપાયન વ્યાસજીનો જન્મદિવસ.

.

આદિ ગુરુ ભગવાન નારાયણ જ વેદવ્યાસનો અવતાર લઈ પ્રગટ થયાં હતાં એવી માન્યતા છે. એમનાં જીવનનો સાર એ છે કે જ્ઞાનનો વિસ્તાર થવો જોઈએ. એ યોગ્ય વ્યક્તિ સુધી પહોંચવું જોઈએ. જ્ઞાન એકલું પૂરતું નથી પણ તેની સાથે કર્તવ્ય, નિષ્ઠા અને સમર્પણ પણ ભળવાં જોઈએ. ભગવાન પણ અવતાર લઈને આવે છે ત્યારે ગુરુ ગૃહે જઈ વિદ્યાભ્યાસ કરી ગુરુ પૂજનનું મહત્વ સમજાવે છે.

.

વેદ-વ્યાસજીનો જન્મ યમુના નદીનાં દ્વીપમાં થયો હતો માટે તેમનું નામ ‘દ્વૈપાયન’ પડ્યું, શરીરનો રંગ શ્યામ હોવાથી તેમનું નામ ‘કૃષ્ણ દ્વૈપાયન’ પડયું અને સૌ પ્રથમ વેદોનાં વિભાગ કરવાથી તેઓ ‘વેદ-વ્યાસ’ તરીકે ઓળખાયા. એજ ‘વેદ-વ્યાસજી’નાં સંભારણા એટલે ગુરુપૂર્ણિમા જેને વ્યાસે પૂર્ણિમા કહેવાય છે. એમના પિતા મહામુની પરાશર હતાં અને માતા સત્યવતી. વેદ વ્યાસજીએ ૧૮ પુરાણો અને અનેક ગ્રંથોની રચના કરી છે. તેઓ સંસ્કૃતનાં પ્રખર વિદ્વાન હતાં.

.

ખરેખર તો ગુરુનાં ગુરુ ભગવાન નારાયણ છે છતાં ભારતીય પરંપરામાં નારાયણ સુધી લઈ જનાર ગુરુનું અનેરું મહત્વ છે. ભારતીય સનાતન ધર્મનો મૂળ આધાર વેદ, ઉપનિષદ અને ગ્રંથો છે. ગહન વેદોને સરળ ભાષામાં સમજાવી, લોકભોગ્ય બનાવી ઘરેઘરે પહોંચાડનાર જો કોઇ હોય તો તે મહર્ષિ વેદવ્યાસ છે. વિશ્વનો સૌથી મોટો ગ્રંથ જેમાં એક લાખ શ્લોકો છે એવા મહાભારતની રચના પણ તેમણે જ કરી છે.

.

‘બ્રહ્મસૂત્ર’ જેવાં તત્વજ્ઞાનથી ભરપુર અદ્વિતીય ગ્રંથની રચના પણ તેમણે કરી હતી. વ્યાસ મુનિએ તેમનાં ચાર મુખ્ય શિષ્યોને વેદોનું જ્ઞાન આપ્યું હતું, ‘વૈશમ્ગ્પાયમુનિ’ને યજુર્વેદ, ‘જૈમીની’ મુનીને ‘સામવેદ’, ‘સુમન્તુમુની’ને ‘અર્થવવેદ’ જયારે ‘સૂતમુનિ’ને ઈતિહાસ અને પુરાણનું જ્ઞાન આપ્યું હતું. શ્રીમદ્ ભગવદ્ ગીતામાં પણ ભગવાન શ્રીકૃષ્ણે વ્યાસને પોતાની વિભૂતિ બતાવી છે, સનાતન ધર્મમાં જે સાત ચિરંજીવી છે તેમાંનાં એક વ્યાસ મુનિ પણ ચિરંજીવી છે.

.

વેદ વ્યાસજીએ શ્રીમદ મહાભારત આદિ ગ્રન્થોની રચના અને વેદોનાં ચાર ભાગ કરી ભારતીય સંસ્કૃતિને જીવંત રાખીને વિશ્વમાં ગુરુ સ્થાને મુકી છે. એવા મહર્ષિ વેદ વ્યાસનાં ઋણને ભારતીય પ્રજા ક્યારેય ભૂલી શકે તેમ નથી. વિશ્વની પ્રજા જ્યારે અંધકારમાં જીવતી હતી ત્યારે ભારત વર્ષમાં ધર્મનો સૂરજ ઝળહળતો હતો જેનાં જ્યોર્તિધર હતાં મહર્ષિ વેદ વ્યાસ.

.

ગુરુ પૂર્ણિમા બૌદ્ધ ધર્મનાં લોકો માટે પણ ખૂબ જ શુભ તહેવાર માનવામાં આવે છે. આ દિવસે જ ભગવાન બુદ્ધે પ્રથમ ઉપદેશ આપ્યો હતો. જેથી આ દિવસને બુદ્ધ પૂર્ણિમા પણ કહેવાય છે. આ તહેવાર હિંદુઓ, જૈનો અને બૌદ્ધો દ્વારા પોતાનાં ગુરુનો આદર કરવા માટે ખૂબ સન્માનભેર ઉજવવામાં આવે છે.

.

મને હંમેશા સાચા માર્ગ તરફ દોરવા માટે, મારામાં સંસ્કારોનું સિંચન કરવા માટે, મારાં ઘડતર પાછળ અથાગ પરિશ્રમ કરવાં માટે અને મને જીવનનો સાચો અર્થ સમજાવવાં માટે મારાં સહુ પ્રથમ ગુરુ માતાપિતાની આજીવન ઋણી તો ખરી જ. પણ એ સિવાય આ ગુરુ પૂર્ણિમાનાં પાવન અવસર પર મારાં જીવનનાં ઉત્કર્ષમાં શરૂઆતથી આજદિન સુધી પ્રત્યક્ષ યા પરોક્ષ રીતે અગત્યનો ભાગ ભજવનાર સૌ ગુરુજનો, શિક્ષકો અને મહાનુભાવોને યાદ કરું છું અને કોટી કોટી વંદન કરું છું. આજનો દિવસ એ ઋણ સ્વીકારનો અને કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો દિવસ છે.

.

હું રહી કૃષ્ણપ્રેમી એટલે મારે મન તો ગુરુઓનાંય ગુરુ એવાં જગતગુરુ શ્રી કૃષ્ણને મનોમન વંદન કરવાનો દિવસ પણ જેમણે પૃથ્વી પર મનુષ્ય અવતાર લઈને એ તમામ ગુણો પછી એ ક્રોધ હોય, સુખ હોય કે પીડા અનુભવી જાણ્યા અને જીવી પણ જાણ્યા. જીવન જીવવાની સાચી રીત મનુષ્ય તરીકે જીવીને બતાવી. એનાથી ઉત્તમ ગુરુ બીજું કોણ હોઈ શકે?

.

ગુરુપૂર્ણિમા એટલે ભારત વર્ષની સંત પરંપરાને વંદન કરવાનો પણ દિવસ. દરેક વ્યક્તિએ પોતાનાં જીવનમાં ગુરુ અવશ્ય બનાવવા જોઈએ. ગુરુ પૂર્ણિમા અંધશ્રદ્ધાનાં આધારે નહિ પણ આદરથી અને યોગ્ય વ્યક્તિ માટે ઉજવાવી જોઈએ. આપ સહુને મારાં તરફથી ગુરુપૂર્ણિમાની ખૂબ ખૂબ શુભેચ્છાઓ..!!

.

( વૈભવી જોશી )

તડકા ઉપર – નરેશ સોલંકી

તડકા ઉપર

કાળી રાત ઢોળીને

આ કોણ ચાલ્યું ગયું?

તડકાને અડતા જ

બેઉ હાથ કાળા થઈ જાય છે.

હાથ જ્યાં જ્યાં અડકે

દીવાલ કાળી

બારી કાળી

બારી બહાર હાથ લાંબો કરતા

સમગ્ર ક્ષિતિજ કાળી

કાગડો રાજી

કોયલ રાજી

રાજી થાતું અંધારું

નથી ભેદ

હવે લાલ પીળા લાલનો

કાળી ધોળી ખાલનો.

.

છેદ કર્યો છે કોણે

આમ કાળી રાતમાં?

કોણે તેની આંખમાં

નાખી છે કાળી શાહી

કે પછી લોહી જ સુકાઈને

બની ગયું છે કાળું.

.

( નરેશ સોલંકી )

તાન્કા – ફિરોઝ હસ્નાની

.

(૧)

હોળીના રંગે

કાનજી સંગ રાધા

થ્યો રંગોત્સવ,

તેથી મંદિર દ્વારે

મળે તેનો સંગમ.

.

(૨)

લાગણીને ક્યાં ?

હોય છે ભેદ કશા

રંક રાયના,

કૃષ્ણએ ખાધી ભાજી

હેતથી વિદુરની !

.

(૩)

લાગણી ભલે

અભણ રહી ગઈ

સાચી તો ખરી,

શબરીના બોર જો

એટલે ચાખે રામ.

.

( ફિરોઝ હસ્નાની )

मैं फटी जींस नहीं पहनती, लेकिन प्रगतिशील हूँ-पंकज प्रसून

.

मैं फटी जींस नहीं पहनती।
क्योंकि मेरी प्रगति
कपड़ों के छेदों से नहीं मापी जाती।
मेरी आज़ादी
घुटनों से झांकती खाल में नहीं है।
वो तो मेरी रीढ़ की उस सीध में है
जो भीड़ की तालियों पर नहीं डगमगाती।

.

मेरा नारीत्व
कपड़ों के चिथड़ों में नहीं टंगा,
वो मेरी आवाज़ में बसता है —
जो झूठ को झूठ कहने की हिम्मत रखती है।
मेरा नारीवाद
शरीर की परतें खोलकर वाहवाही पाने में नहीं,
सच बोलने की ताकत में है।

.

मुझे दिखावे की आज़ादी नहीं चाहिए।
मेरी आज़ादी वो है
जो अपने घर की देहरी से लेकर
दुनिया की पंचायत तक
अपना सच कह सके।

.

हाँ, मैं जींस पहनती हूँ —
वो जींस जो मेरे डीएनए में बुनी है।
वो जींस जिसमें गार्गी की बुद्धि है,
मीराबाई की जिद है,
रानी लक्ष्मीबाई की जंग का साहस है,
कल्पना चावला का आकाश छू लेने का सपना है,
पी.वी. सिंधु की हर स्मैश में गूंजती गरज है,
मेरी कोम की हर मुक्के में भरी असंभव जीत है,
और इसरो की उन बेटियों की वो आग है
जिन्होंने मंगल की ज़मीन पर
भारत का निशान जड़ दिया।

.

मेरी प्रगति उस लड़की की तरह है
जो गाँव से शहर आई,
किताबें उठाईं, सपनों की सीढ़ियाँ खुद बनाई।
जो रैम्प पर नहीं चढ़ी,
पर अपनी मेहनत से
ज़िंदगी की ऊँचाईयों पर पहुँची।

.

मैं जानती हूँ —
फटी जींस पहनना आसान है।
उससे ज़्यादा मुश्किल है
सोच के छेदों को सीना,
संस्कारों की सिलाई को बचाना।

.

अब बाजार में
जींस के छेद बिकते हैं,
आत्मा की सच्चाई नहीं।
दिखावे का गर्व बिकता है,
विचारों की गहराई नहीं।

.

अब सवाल ये नहीं कि कपड़े कितने फटे हैं,
सवाल ये है कि सोच कितनी बची है।
सवाल ये नहीं कि घुटने दिखे या छुपे,
सवाल ये है कि हिम्मत कितनी सच्ची है।
सवाल ये नहीं कि तुमने क्या ओढ़ा है,
सवाल ये है कि आँधियों के सामने
तुम कितना अडिग रह सके।

.

( पंकज प्रसून, लखनऊ )