આવક જાવકનો તાલમેલ – યુવાનો માટે ખાસ ટીપ્સ

.

પગાર પહેલી તારીખે આવે છે પરંતુ મહિનાની પંદર તારીખે તો આખર તારીખ આવી જાય છે.

.

25-35 વર્ષના વયજૂથના કે એનાથી વધુ ઉંમરના ઘણાંની પાસેથી આ વાત સાંભળવા મળે છે. આના માટે શું કરવું?

.

પ્રાઇવેટ કે પબ્લિક સેક્ટરમાં કામ કરી રહેલા કર્મચારીઓ (વેપારી કે એન્ટ્રેપ્રેન્યોરને પણ લાગુ પડી શકે છે) વર્ગ માટેની અનુભવોક્તિ:

.

1. 💰 તમારા મહિના ના પગારનો 50%થી વધુ ખર્ચ ન કરો.

.

➖ 50:40:10 આ એક સાદો નિયમ છે. 50% સુધી જીવન જરૂરિયાતનો ખર્ચ. 40% બચત રોકાણ અને લોન ઇએમઆઇ અને 10% લાઇફસ્ટાઇલ ખર્ચ.

.

2. 💹 બાકી 40% બચાવો અને ઓછામાં ઓછી 3 જુદા-જુદા સ્થળે રોકાણ કરો.

.

➖ તમે તમારા પોતાના રિસ્ક પ્રોફાઈલ અનુસાર મ્યુચ્યુઅલ ફંડ્સ, પી.પી.એફ., ઇક્વિટી, સોનું, એન.પી.એસ., FD, જીવન વીમા જેવી જગ્યાએ રોકાણ કરી શકો છો.

.

3. 🧾 હંમેશા બીજી આવકના સ્ત્રોત માટે પ્રયત્નશીલ રહો.

.

➖ રોકાણ પરના ડિવિડન્ડ, વ્યાજની આવક, મ્યુચ્યુઅલ ફંડ કે વીમા સલાહકાર તરીકે કામ કરી શકાય છે.

.

➖ જો જીવનસાથી પણ કામ કરતા હોય તો જીવનસાથીની આવકને બીજી આવક ન માનો, એ આવકને તાત્કાલિક જરૂરિયાત માટેનો “ઇમર્જન્સી ફંડ” સમજો.

.

4. 🏥 તમારા પરિવાર માટે હેલ્થ ઈન્શ્યોરન્સ અને વાર્ષિક આવકના 12-20 ગણો ટર્મ ઈન્શ્યોરન્સ જરૂર હોવો જોઈએ.

.

5. 🚫 બીજાઓની લાઈફસ્ટાઇલ જોવા જઈને પોતાનું જીવન ના ચલાવો. દરેકની પોતાની વિચારસરણી હોય છે. કોઈને દેખાદેખીથી અનુસરવાની જરૂર નથી.

.

➖ તેના બદલે, તેમને મળતી સફળતાના પાછળનો પરિશ્રમ સમજો અને તે પ્રમાણે સેલ્ફ ડેવલપમેન્ટ પર રોકાણ કરવું જોઈએ.

.

6. 🏦 લોન લો ત્યારે એને “એસેટ – મિલકત” બનાવવા ઉપયોગ કરો, ‘લાયબિલિટી’ નહીં.

.

✔️ એસેટ તરીકેની લોન:

.

➖ ખુદના પ્રોફેશનલ ડેવલપમેન્ટ માટે કે બાળકોના શિક્ષણ માટે એજ્યુકેશન લોન

.

➖ ઓછા જોખમ વાળા વ્યવસાય માટેની લોન (જ્યાં નિયમિત આવક હોય)

.

➖ હોમ લોન – ત્યારે જ લો જ્યારે EMI તમારું ભૂતકાળનું ભાડું જેટલું કે થોડું વધારે હોય

.

❌ લાયબિલિટી તરીકેની લોન:

.

➖ લક્ઝરીયસ ફ્લેટ માટે લોન (જરૂરિયાત કરતાં વધુ અને રિપેમેન્ટ ક્ષમતાથી વધુ એવોઇડ કરવો)

.

➖ લક્ઝરીયસ કાર ખરીદવી – કાર આમ તો ડેપ્રીસીએટીંગ એસેટ ગણાય એટલે બેઝિક જરૂરિયાત પૂર્ણ થાય એ કાર પહેલી પસંદગી હોય તો ઇએમઆઇ મેનેજેબલ રહેશે.

.

➖ વિદેશમાં વેકેશન માટે કે અન્ય આવા મોજશોખ માટે પર્સનલ લોન

.

7. 👪 ક્યારેય તમારા માતા-પિતાની સંપત્તિ પર આધાર રાખશો નહીં – કારણ કે તેઓ પણ તમારી આવક પર આધાર રાખતા નથી.

.

8. 💸 ખર્ચ ઘટાડવાના રીતો:

.

➖ ફૂડ ડિલિવરી કે ક્વિક કોમર્સ એપ્સ પર ખરીદી વખતે આંગળી પર કાબુ રાખો. ફ્રી ડિલિવરી અને ફ્રી કેશ કારણે બીનજરૂરી ખર્ચ બમણો થઈ શકે છે.

.

➖ મોલમાં કે શોપિંગ એપ્સ પર ખરીદી વખતે પહેલેથી તૈયાર લિસ્ટ ઉપયોગી પુરવાર થાય છે. એના કારણે બિનજરૂરી ખરીદી ટાળી શકાય છે.

.

➖ શક્ય હોય ત્યારે સીટી બસ, મેટ્રો (જ્યાં લાગુ પડે છે), ઑટો રિક્ષા – ઓલા ઉબર ટેક્સીનો ખર્ચ ટાળી શકાય છે.

.

➖ આ બધી એપ્સ અને સરળ યુપીઆઈ પેમેન્ટ સિસ્ટમ એ માટે બનાવવામાં આવી છે કે તમે ઇમ્પલસીવ બાયર બની જાવ છો અને જરૂર ન હોય ત્યારે પણ ખર્ચ કરતા રહો છો.

.

9. 🎉 “YOLO – You Only Live Once – જિંદગી એક જ મળી છે, મોજ કરીને જીવો” જેવા માર્કેટિંગના વમળમાં માં પડીને ખોટા ખર્ચા ન કરો.

.

➖ આવું ઘણીવાર ક્ષણિક આનંદ આપે છે, પણ લાંબા ગાળે જીવનમાં સંતોષ આપે એવું નથી.

.

નિયમિત બચત, સમજદારીપૂર્વક રોકાણ અને કરકસર એ લોભ નથી. આ રીતે પણ આનંદથી જીવી શકાય એ રીત શીખવી જરૂરી છે.

.

જે નિર્ણય 25-35 વર્ષની ઉંમરે લેતા હોઈએ છીએ એની અસર લાંબાગાળાના ભવિષ્ય માટે અસર કરે છે.

.

Adopted.

Photo courtesy Meta Ai

.

સાભાર : મિતેષ પાઠકની ફેસબુક પોસ્ટ પરથી.

जौहर दिवस – 26 अगस्त 1303

चित्तौड़ का पहला जौहर : 26 अगस्त 1303

.

ऐसे अवसर एक नहीं, कई बार आये हैं, जब हिन्दू वीरांगनाओं ने अपनी पवित्रता की रक्षा के लिए ‘जय हर-जय हर’ कहते हुए हजारों की संख्या में सामूहिक अग्नि प्रवेश किया था। यही उद्घोष आगे चलकर ‘जौहर’ बन गया। जौहर की गाथाओं में सर्वाधिक चर्चित प्रसंग चित्तौड़ की रानी पद्मिनी का है, जिन्होंने 26 अगस्त, 1303 को 16,000 क्षत्राणियों के साथ जौहर किया था।

.

पद्मिनी का मूल नाम पद्मावती था। वह सिंहलद्वीप के राजा रतनसेन की पुत्री थी। एक बार चित्तौड़ के चित्रकार चेतन राघव ने सिंहलद्वीप से लौटकर राजा रतनसिंह को उसका एक सुंदर चित्र बनाकर दिया। इससे प्रेरित होकर राजा रतनसिंह सिंहलद्वीप गया और वहां स्वयंवर में विजयी होकर उसे अपनी पत्नी बनाकर ले आया। इस प्रकार पद्मिनी चित्तौड़ की रानी बन गयी।

.

पद्मिनी की सुंदरता की ख्याति अलाउद्दीन खिलजी ने भी सुनी थी। वह उसे किसी भी तरह अपने हरम में डालना चाहता था। उसने इसके लिए चित्तौड़ के राजा के पास धमकी भरा संदेश भेजा; पर राव रतनसिंह ने उसे ठुकरा दिया। अब वह धोखे पर उतर आया। उसने रतनसिंह को कहा कि वह तो बस पद्मिनी को केवल एक बार देखना चाहता है।

.

रतनसिंह ने खून-खराबा टालने के लिए यह बात मान ली। एक दर्पण में रानी पद्मिनी का चेहरा अलाउद्दीन को दिखाया गया। वापसी पर रतनसिंह उसे छोड़ने द्वार पर आये। इसी समय उसके सैनिकों ने धोखे से रतनसिंह को बंदी बनाया और अपने शिविर में ले गये। अब यह शर्त रखी गयी कि यदि पद्मिनी अलाउद्दीन के पास आ जाए, तो रतनसिंह को छोड़ दिया जाएगा।

.

यह समाचार पाते ही चित्तौड़ में हाहाकार मच गया; पर पद्मिनी ने हिम्मत नहीं हारी। उसने कांटे से ही कांटा निकालने की योजना बनाई। अलाउद्दीन के पास समाचार भेजा गया कि पद्मिनी रानी हैं। अतः वह अकेले नहीं आएंगी। उनके साथ पालकियों में 800 सखियां और सेविकाएं भी आएंगी।

.

अलाउद्दीन और उसके साथी यह सुनकर बहुत प्रसन्न हुए। उन्हें पद्मिनी के साथ 800 हिन्दू युवतियां अपने आप ही मिल रही थीं; पर उधर पालकियों में पद्मिनी और उसकी सखियों के बदले सशस्त्र हिन्दू वीर बैठाये गये। हर पालकी को चार कहारों ने उठा रखा था। वे भी सैनिक ही थे। पहली पालकी के मुगल शिविर में पहुंचते ही रतनसिंह को उसमें बैठाकर वापस भेज दिया गया और फिर सब योद्धा अपने शस्त्र निकालकर शत्रुओं पर टूट पड़े।

.

कुछ ही देर में शत्रु शिविर में हजारों सैनिकों की लाशें बिछ गयीं। इससे बौखलाकर अलाउद्दीन खिलजी ने चित्तौड़ पर हमला बोल दिया। इस युद्ध में राव रतनसिंह तथा हजारों सैनिक मारे गये। जब रानी पद्मिनी ने देखा कि अब हिन्दुओं के जीतने की आशा नहीं है, तो उसने जौहर का निर्णय किया।

.

रानी और किले में उपस्थित सभी नारियों ने सम्पूर्ण शृंगार किया। हजारों बड़ी चिताएं सजाई गयीं। ‘जय हर-जय हर’ का उद्घोष करते हुए सर्वप्रथम पद्मिनी ने चिता में छलांग लगाई और फिर क्रमशः सभी हिन्दू वीरांगनाएं अग्नि प्रवेश कर गयीं। जब युद्ध में जीत कर अलाउद्दीन पद्मिनी को पाने की आशा से किले में घुसा, तो वहां जलती चिताएं उसे मुंह चिढ़ा रही थीं।

.

चारित्र्य, त्याग, वीरता और अभूतपूर्व शौर्य के प्रतीक रानी पद्मिनी जी के जौहर दिवस पर उन्हें शतशः नमन।

.

आत्मसम्मान की रक्षा के लिए 16000 वीरांगनाओं के साथ रानी पद्मिनी जी ने जलते हुए अंगारों के अग्निकुड में स्वयं को आहूत कर लिया था।

.

अपूर्व शौर्य के प्रतीक जौहर दिवस पर रानी पद्मिनी जी सहित 16000 वीरांगनाओं को सादर नमन करते हैं।

.

(अज्ञात )

તાવ વિશે આટલું જાણો-ડો. કલ્પેશ જોષી

ચોમાસાની ઋતુ આવે એટલે આપણે ત્યાં , દવાખાનાઓ તાવના દર્દીઓથી ઉભરાઈ જાય.

.

તાવ વિશે આટલું જાણો :
તાવ- હંમેશા તમારો દુશ્મન નથી , મિત્ર પણ હોય શકે . તાવ તમારી રક્ષા માટે કુદરતનો રસ્તો છે , હળવો તાવ તમને સારા થવામાં મદદરૂપ થાય છે ..

.

શું તમે જાણો છો?
Fever એટલે કે તાવ એ બીમારી નહીં, પણ બિમારીનું એક લક્ષણ છે . તાવ , infection સામે શરીરની સ્વાભાવિક રક્ષણ પદ્ધતિ છે.
જ્યારે ઇન્ફેક્શન થાય ત્યારે મગજ શરીરનું તાપમાન વધારી દે છે ,જેથી જીવાણુઓ સામે લડવામાં મદદ મળે.

.

તાવનાં ફાયદા:
• આપણી રોગ પ્રતિકારક શક્તિ વધારે છે , ઊંચા તાપમાને શરીરના immune cells વધુ અસરકારક બને છે.
• ઘણા બેક્ટેરિયા અને વાયરસ ઊંચા તાપમાને ઝડપથી વધી શકતા નથી એટલે એમનો વિકાસ અટકે છે .
• ઝડપી સાજા થવામાં મદદ — Fever ઘણી વખત ઇન્ફેક્શન દૂર કરવામાં મદદરૂપ બને છે.

.

વિજ્ઞાન શું કહે છે?
એક અભ્યાસમાં જોવા મળ્યું કે ઇન્ફેક્શનમાં જે લોકો સતત તાવ ઉતારવા માટે દવા લેતા હતા, તેઓ ઘણી વાર ધીમા સાજા થતા હતા, જ્યારે જે લોકો હળવા-મધ્યમ તાવને દબાવતા નહોતા, તેઓ ઝડપથી સાજા થતા અને ઓછાં કોમ્પ્લિકેશનસ થતાં.

.

ક્યારે તાવ ઉતારવો જોઈએ?

.

તાવ હંમેશા તરત ઉતારવાની જરૂર નથી, પરંતુ જો:
• તાવ 102°F (38.9°C) થી વધુ છે અથવા તમને તાવને લીઘે તકલીફ કે અસ્વસ્થતા લાગતી હોય .
• નાના બાળકો, વૃદ્ધ, અથવા ગંભીર બીમારી ધરાવતા વ્યક્તિઓમાં , જેમકે હૃદય કે fefasani બિમારીવાળી વ્યકિતઓ .
• જો તમને તાવને લીઘે શ્વાસ લેવામાં તકલીફ, કન્ફ્યુઝન લાગવું, ચામડી પર ચકામા, સતત ઉલ્ટી વગેરે થતાં હોય.

.

બીજી મહત્વની બાબતો-
• તાવ હોય તો વધુ પાણી અથવા પ્રવાહી પીવો , કારણ કે શરીર વધું માત્રામાં પાણી ગુમાવે છે .
• આરામ કરો, વધારે ગરમ કપડાં ન પહેરો.
• ફીવર ઇન્ફેકશન સામે લડવામાં શરીરને મદદરૂપ થાય છે , પરંતુ ડોક્ટરને બતાવવું અને એનું કારણ જાણવું જરૂરી છે .

.

ટૂંકમાં,
Fever ઘણી વખત તમારા શરીર ને ઇન્ફેકશન સામે લડવામાં મદદરૂપ થાય છે — માત્ર થર્મોમીટરનું રીડિંગ નહિ, પરંતુ તેના પાછળનું કારણ તમારી સારવારનું લક્ષ્ય હોવું જોઈએ .

.

  • ડો. કલ્પેશ જોષી .
    લોટસ હોસ્પિટલ , વલસાડ .

असभ्य हूँ-गोविंद माथुर

मैं असभ्य हूँ क्योंकि

औपचारिक गोष्ठियों में बैठकर

सहित्य, कला, संस्कृति पर

बात नहीं करता

मेरे चेहरे से आभिजात्य नहीं टपकता

मैं कहीं से भी

बुद्धिजीवी नहीं लगता

मैं असभ्य हूँ क्योंकि

मैं हिंदी माध्यम स्कूल में पढ़ा हुआ हूँ

मैं औपचारिक होने का नाटक नहीं कर सकता

शिक्षित लोगों में बैठकर

बात-बात में अँग्रेज़ी शब्दों का

उच्चारण नहीं करता

मैं असभ्य हूँ क्योंकि

मैं व्यवहार कुशल नहीं हूँ

मैं व्यक्तियों का उपयोग करना नहीं जानता

संबंधों को भुनाना मुझे नहीं आता

मुझमें प्रभावित करने के

गुण नहीं हैं न ही मैं

उपयोगी प्राणी हूँ

मैं असभ्य हूँ क्योंकि

मैं झूठ नहीं बोलता

किसी को गाली नहीं देता

किसी को हिक़ारत से नहीं देखता

किसी की चापलूसी नहीं करता

मैं असभ्य हूँ क्योंकि

मैं भावुक हूँ संवेदनशील हूँ

मैं ठहाका लगाकर हँसता हूँ

कभी-कभी

लोगों के बीच रो भी देता हूँ

मुझे सभ्य लोगों के

बीच बैठना नहीं आता

क्योंकि मैं असभ्य हूँ

.

( गोविंद माथुर )

.

હું અસભ્ય છું

કેમ કે

ઔપચારિક ગોષ્ઠીઓમાં બેસી

સાહિત્ય, કળા, સંસ્કૃતિ વિષે

ચર્ચા નથી કરતો

મારા ચહેરેથી આભિજાત્ય નથી ટપકતું

હું કોઈ રીતે બુદ્ધિજીવી નથી લાગતો

હું અસભ્ય છું

કેમ કે

હું સ્થાનિક માધ્યમમાં ભણ્યો છું

હું ઔપચારિકતાનું નાટક નથી કરી શકતો

શિક્ષિત લોકો વચ્ચે બેસી

વાતવાતમાં અંગ્રેજી શબ્દોનું ઉચ્ચારણ નથી કરી શકતો

હું અસભ્ય છું

કારણ કે

હું વ્યવહાર કુશળ નથી

મને માણસનો ઉપયોગ કરતાં આવડતું નથી

સંબંધો વટાવતાં આવડતું નથી

મારામાં સામા માણસને પ્રભાવિત કરવાનો ગુણ નથી

ન તો હું ઉપયોગી પ્રાણી છું

હું અસભ્ય છું

કારણ કે

હું જૂઠ બોલતો નથી

કોઈને ગાળ આપતો નથી

કોઈને તિરસ્કારથી જોતો નથી

કોઈની ચાપલુસી કરતો નથી

હું અસભ્ય છું

કારણ કે

હું ભાવુક છું

સંવેદનશીલ છું

મોટેથી હસું છું

ક્યારેક તો લોકો વચ્ચે

રડી પણ લઉં છું

મને સભ્ય લોકો સાથે ફાવતું નથી

કારણ કે

હું અસભ્ય છું…

.

( ગોવિંદ માથુર, – હિન્દી પરથી અનુવાદ : ભગવાન થાવરાણી )

ફાઈનાન્સિયલ પ્લાનિંગ અને યુવાનો – મિતેષ પાઠક

.

પગાર પહેલી તારીખે આવે છે પરંતુ મહિનાની પંદર તારીખે તો આખર તારીખ આવી જાય છે.

.

25-35 વર્ષના વયજૂથના કે એનાથી વધુ ઉંમરના ઘણાંની પાસેથી આ વાત સાંભળવા મળે છે. આના માટે શું કરવું?

.

પ્રાઇવેટ કે પબ્લિક સેક્ટરમાં કામ કરી રહેલા કર્મચારીઓ (વેપારી કે એન્ટ્રેપ્રેન્યોરને પણ લાગુ પડી શકે છે) વર્ગ માટેની અનુભવોક્તિ:

.

  1. 💰 તમારા મહિના ના પગારનો 50%થી વધુ ખર્ચ ન કરો. ➖ 50:40:10 આ એક સાદો નિયમ છે. 50% સુધી જીવન જરૂરિયાતનો ખર્ચ. 40% બચત રોકાણ અને લોન ઇએમઆઇ અને 10% લાઇફસ્ટાઇલ ખર્ચ..
  2. 💹 બાકી 40% બચાવો અને ઓછામાં ઓછી 3 જુદા-જુદા સ્થળે રોકાણ કરો. ➖ તમે તમારા પોતાના રિસ્ક પ્રોફાઈલ અનુસાર મ્યુચ્યુઅલ ફંડ્સ, પી.પી.એફ., ઇક્વિટી, સોનું, એન.પી.એસ., FD, જીવન વીમા જેવી જગ્યાએ રોકાણ કરી શકો છો.
  3. 🧾 હંમેશા બીજી આવકના સ્ત્રોત માટે પ્રયત્નશીલ રહો. ➖ રોકાણ પરના ડિવિડન્ડ, વ્યાજની આવક, મ્યુચ્યુઅલ ફંડ કે વીમા સલાહકાર તરીકે કામ કરી શકાય છે. ➖ જો જીવનસાથી પણ કામ કરતા હોય તો જીવનસાથીની આવકને બીજી આવક ન માનો, એ આવકને તાત્કાલિક જરૂરિયાત માટેનો “ઇમર્જન્સી ફંડ” સમજો.
  4. 🏥 તમારા પરિવાર માટે હેલ્થ ઈન્શ્યોરન્સ અને વાર્ષિક આવકના 12-20 ગણો ટર્મ ઈન્શ્યોરન્સ જરૂર હોવો જોઈએ.
  5. 🚫 બીજાઓની લાઈફસ્ટાઇલ જોવા જઈને પોતાનું જીવન ના ચલાવો. દરેકની પોતાની વિચારસરણી હોય છે. કોઈને દેખાદેખીથી અનુસરવાની જરૂર નથી. ➖ તેના બદલે, તેમને મળતી સફળતાના પાછળનો પરિશ્રમ સમજો અને તે પ્રમાણે સેલ્ફ ડેવલપમેન્ટ પર રોકાણ કરવું જોઈએ.
  6. 🏦 લોન લો ત્યારે એને “એસેટ – મિલકત” બનાવવા ઉપયોગ કરો, ‘લાયબિલિટી’ નહીં. ✔️ એસેટ તરીકેની લોન: ➖ ખુદના પ્રોફેશનલ ડેવલપમેન્ટ માટે કે બાળકોના શિક્ષણ માટે એજ્યુકેશન લોન
    ➖ ઓછા જોખમ વાળા વ્યવસાય માટેની લોન (જ્યાં નિયમિત આવક હોય)
    ➖ હોમ લોન – ત્યારે જ લો જ્યારે EMI તમારું ભૂતકાળનું ભાડું જેટલું કે થોડું વધારે હોય ❌ લાયબિલિટી તરીકેની લોન: ➖ લક્ઝરીયસ ફ્લેટ માટે લોન (જરૂરિયાત કરતાં વધુ અને રિપેમેન્ટ ક્ષમતાથી વધુ એવોઇડ કરવો)
    ➖ લક્ઝરીયસ કાર ખરીદવી – કાર આમ તો ડેપ્રીસીએટીંગ એસેટ ગણાય એટલે બેઝિક જરૂરિયાત પૂર્ણ થાય એ કાર પહેલી પસંદગી હોય તો ઇએમઆઇ મેનેજેબલ રહેશે.
    ➖ વિદેશમાં વેકેશન માટે કે અન્ય આવા મોજશોખ માટે પર્સનલ લોન
  7. 👪 ક્યારેય તમારા માતા-પિતાની સંપત્તિ પર આધાર રાખશો નહીં – કારણ કે તેઓ પણ તમારી આવક પર આધાર રાખતા નથી.
  8. 💸 ખર્ચ ઘટાડવાના રીતો: ➖ ફૂડ ડિલિવરી કે ક્વિક કોમર્સ એપ્સ પર ખરીદી વખતે આંગળી પર કાબુ રાખો. ફ્રી ડિલિવરી અને ફ્રી કેશ કારણે બીનજરૂરી ખર્ચ બમણો થઈ શકે છે.
    ➖ મોલમાં કે શોપિંગ એપ્સ પર ખરીદી વખતે પહેલેથી તૈયાર લિસ્ટ ઉપયોગી પુરવાર થાય છે. એના કારણે બિનજરૂરી ખરીદી ટાળી શકાય છે.
    ➖ શક્ય હોય ત્યારે સીટી બસ, મેટ્રો (જ્યાં લાગુ પડે છે), ઑટો રિક્ષા – ઓલા ઉબર ટેક્સીનો ખર્ચ ટાળી શકાય છે. ➖ આ બધી એપ્સ અને સરળ યુપીઆઈ પેમેન્ટ સિસ્ટમ એ માટે બનાવવામાં આવી છે કે તમે ઇમ્પલસીવ બાયર બની જાવ છો અને જરૂર ન હોય ત્યારે પણ ખર્ચ કરતા રહો છો.
  9. 🎉 “YOLO – You Only Live Once – જિંદગી એક જ મળી છે, મોજ કરીને જીવો” જેવા માર્કેટિંગના વમળમાં માં પડીને ખોટા ખર્ચા ન કરો. ➖ આવું ઘણીવાર ક્ષણિક આનંદ આપે છે, પણ લાંબા ગાળે જીવનમાં સંતોષ આપે એવું નથી.

.

નિયમિત બચત, સમજદારીપૂર્વક રોકાણ અને કરકસર એ લોભ નથી. આ રીતે પણ આનંદથી જીવી શકાય એ રીત શીખવી જરૂરી છે.

.

જે નિર્ણય 25-35 વર્ષની ઉંમરે લેતા હોઈએ છીએ એની અસર લાંબાગાળાના ભવિષ્ય માટે અસર કરે છે.

.

Adopted.

Photo courtesy Meta Ai

.

( મિતેષ પાઠક )