
ठिठुरती रात में
जब चरवाहा ओढ़ कर सोता है
गरम ऊन का कम्बल;
ठंड में काँपती हैं
बाहर बाड़े में बंद बत्तीस मेमनों की आत्माएँ।
मेमने ज़िंदगी भर बँधे रहते हैं
अपनी क़ैद की गंध से।
मेमनों के सपनों में
कोई नहीं आता मुहब्बत लुटाने;
वे रोज़ देखते हैं एक बड़ी-सी कैंची
और अपनी उधड़ती हुई पीठ।
सुबह की धूप उन्हें ओढ़ाती है
चाँदी का कुनमुना दुशाला।
जब भूख नोचने लगती है पेट की आँतें;
वे पंक्तिबद्ध होकर हरी घास की खोज में
नरम-नरम क़दमों से
जा पहुँचते हैं किसी बुग्याल तक!
मेमनों की दुनिया एक-सी रहती है सदा;
पहाड़ी चरवाहे का बाड़ा हो या
दुनिया का सबसे बड़ा प्रजातंत्र,
श्रम हो या मुलायम क़ीमती पश्मीना
मज़दूर और भेड़ के लिए
उसका कोई अर्थ नहीं।
सुनेत्रा,
रक्तिम आकाश के नीचे
वे मेमने अब भी भटक रहे हैं
किसी स्नेहिल स्पर्श के लिए;
वे नहीं जानते हमारी दुनिया में,
मेमनों से कोई नहीं करता प्यार!
( राजेश्वर वशिष्ठ )
.
|| ઘેટાં ||
હાડ ઠુંઠવતી રાત્રિમાં
ડાંખળી અને તણખલાંથી બનેલ ઝૂંપડીમાં
જ્યારે ગોવાળ ઓઢીને સુએ છે
ગરમ ઊનનો ધાબળો
બહાર વાડામાં કેદ બત્રીસ ઘેટાંનો આત્મા
ઠંડીથી થરથર કંપે છે
ઘેટાં જીવનભર બંધાયેલા રહે છે
પોતાની વાડાની ગંધ સંગે
એમના સપનામાં
કોઈ નથી આવતું પ્રેમ વહેંચવા
એ રોજ જુએ એક મોટી કાતર
અને પોતાની ઉતરડાઈ રહેલી પીઠ
સવારનો તડકો
એમને ઓઢાડે
ચમકતી મુલાયમ ચાદર
જ્યારે ભૂખથી વલોવાય એમના આંતરડાં
એ બધાં કતારબંધ
કૂણા ઘાસની તલાશમાં
હળવા પગલે
જઈ પહોંચે કોઈક ચરિયાણ લગી
ઘેટાંની દુનિયા એકસરખી જ રહે સદાય
પહાડી ગોવાળનો વાડો હોય કે
દુનિયાનું સૌથી મોટું લોકતંત્ર
શ્રમ હો કે મુલાયમ મૂલ્યવાન ઊન
મજૂર કે ઘેટા માટે એનો કોઈ અર્થ નથી
સુનેત્રા,
રક્તિમ આભ હેઠળ
જે ઘેટાં હજુ પણ ભટકે છે
કોઈ સ્નેહાળ સ્પર્શ માટે
એમને ખબર નથી
આપણી દુનિયામાં
ઘેટાંને નથી ચાહતું કોઈ…
.
( રાજેશ્વર વશિષ્ઠ )
( હિન્દી પરથી અનુવાદ : ભગવાન થાવરાણી )