
कभी आ भी जाना
बस वैसे ही जैसे
परिंदे आते हैं आंगन में
या अचानक आ जाता है
कोई झोंका ठंडी हवा का
जैसे कभी आती है सुगंध
पड़ोसी की रसोई से
.
आना जैसे बच्चा आ जाता
है बगीचे में गेंद लेने
या आती है गिलहरी पूरे
हक़ से मुंडेर पर
..
जब आओ तो दरवाजे
पर घंटी मत बजाना
पुकारना मुझे नाम लेकर
मुझसे समय लेकर भी मत आना
हाँ , अपना समय साथ लाना
फिर दोनों समय को जोड़
बनाएंगे एक झूला
अतीत और भविष्य के बीच
उस झूले पर जब बतियाएंगे
तो शब्द वैसे ही उतरेंगे
जैसे कागज़ पर उतरते हैं
कविता बन
.
और जब लौटो तो थोड़ा
मुझे ले जाना साथ
थोड़ा खुद को छोड़े जाना
फिर वापस आने के लिए
खुद को एक-दूसरे से पाने
के लिए।
.( गुलज़ार )
.
ક્યારેક એવી રીતે પણ આવ
જેમ
પંખી આવે ફળિયામાં
અથવા
જેમ અચાનક આવે
કોઈ ઠંડી હવાની લ્હેરખી
જેમ ક્યારેક આવે
પડોશમાંથી રસોઈની સોડમ
.
આવ એ રીતે
જેમ બાળક દોડતું આવે
બગીચામાં દડો લેવા
અથવા આવે ખિસકોલી
સંપૂર્ણ અધિકારપૂર્વક
ઘરની પાળીએ
.
જ્યારે આવ ત્યારે
દરવાજે બેલ વગાડીશ નહીં
પોકારજે મારું નામ
સમય નક્કી કરીને પણ ન આવીશ
હા
પોતાનો સમય સાથે લાવજે
પછી બંનેનો સમય જોડીને
બનાવીશું એક હિંચકો
અતીત અને ભવિષ્યની વચ્ચે
એ હીંચકા પર બેસી જ્યારે ગપાટા મારીશું
ત્યારે શબ્દો એમ ઉતરી આવશે
જાણે કવિતા
.
અને જ્યારે પાછો ફર
તો થોડોક મને લઈ જજે સાથે
થોડોક સ્વયંને છોડી જજે અહીં
ફરી પાછા ફરવા માટે
.
અને સ્વયંને એકમેક થકી પામવા માટે..
.
( ગુલઝાર )
( હિન્દી પરથી અનુવાદ : ભગવાન થાવરાણી )