
मैं असभ्य हूँ क्योंकि
औपचारिक गोष्ठियों में बैठकर
सहित्य, कला, संस्कृति पर
बात नहीं करता
मेरे चेहरे से आभिजात्य नहीं टपकता
मैं कहीं से भी
बुद्धिजीवी नहीं लगता
मैं असभ्य हूँ क्योंकि
मैं हिंदी माध्यम स्कूल में पढ़ा हुआ हूँ
मैं औपचारिक होने का नाटक नहीं कर सकता
शिक्षित लोगों में बैठकर
बात-बात में अँग्रेज़ी शब्दों का
उच्चारण नहीं करता
मैं असभ्य हूँ क्योंकि
मैं व्यवहार कुशल नहीं हूँ
मैं व्यक्तियों का उपयोग करना नहीं जानता
संबंधों को भुनाना मुझे नहीं आता
मुझमें प्रभावित करने के
गुण नहीं हैं न ही मैं
उपयोगी प्राणी हूँ
मैं असभ्य हूँ क्योंकि
मैं झूठ नहीं बोलता
किसी को गाली नहीं देता
किसी को हिक़ारत से नहीं देखता
किसी की चापलूसी नहीं करता
मैं असभ्य हूँ क्योंकि
मैं भावुक हूँ संवेदनशील हूँ
मैं ठहाका लगाकर हँसता हूँ
कभी-कभी
लोगों के बीच रो भी देता हूँ
मुझे सभ्य लोगों के
बीच बैठना नहीं आता
क्योंकि मैं असभ्य हूँ
.
( गोविंद माथुर )
.
હું અસભ્ય છું
કેમ કે
ઔપચારિક ગોષ્ઠીઓમાં બેસી
ચર્ચા નથી કરતો
મારા ચહેરેથી આભિજાત્ય નથી ટપકતું
હું કોઈ રીતે બુદ્ધિજીવી નથી લાગતો
હું અસભ્ય છું
કેમ કે
હું સ્થાનિક માધ્યમમાં ભણ્યો છું
હું ઔપચારિકતાનું નાટક નથી કરી શકતો
શિક્ષિત લોકો વચ્ચે બેસી
વાતવાતમાં અંગ્રેજી શબ્દોનું ઉચ્ચારણ નથી કરી શકતો
હું અસભ્ય છું
કારણ કે
હું વ્યવહાર કુશળ નથી
મને માણસનો ઉપયોગ કરતાં આવડતું નથી
સંબંધો વટાવતાં આવડતું નથી
મારામાં સામા માણસને પ્રભાવિત કરવાનો ગુણ નથી
ન તો હું ઉપયોગી પ્રાણી છું
હું અસભ્ય છું
કારણ કે
હું જૂઠ બોલતો નથી
કોઈને ગાળ આપતો નથી
કોઈને તિરસ્કારથી જોતો નથી
કોઈની ચાપલુસી કરતો નથી
હું અસભ્ય છું
કારણ કે
હું ભાવુક છું
સંવેદનશીલ છું
મોટેથી હસું છું
ક્યારેક તો લોકો વચ્ચે
રડી પણ લઉં છું
મને સભ્ય લોકો સાથે ફાવતું નથી
કારણ કે
હું અસભ્ય છું…
.
( ગોવિંદ માથુર, – હિન્દી પરથી અનુવાદ : ભગવાન થાવરાણી )





