મને તારી પાસે – મુકેશ જોષી

By heenaparekh  

મને તારી પાસે સતત રાખજે,
તું કાંટો બને તો મને વાગજે.
.
હજી તો હું રૂ છું દીવો થઇ જઈશ,
પછી તારી ફૂંક ફૂંકે ચાખજે.
.
યુગોથી ઉઘાડો જનમ લઇ ફરું,
મને તારી પાંપણ વડે ઢાંક્જે.
.
ભલે તાવ રૂપે તું આવે મને,
પ્રથમ ટાઢ વાઈ ખબર આપજે.
.
મંદિરથી ઘર મારું પાસે પડે,
તું થાકે તો સીધો ઘરે આવજે.
.
(  મુકેશ જોષી )

Share

One Comment

  1. Posted December 23, 2011 at 12:27 am | Permalink | Reply

    હું સહન થાઉં કે ના થાઉં મને તારી પાસે રાખજે…

Post a Comment

Your email is never shared. Required fields are marked *

*
*
Powered By Indic IME