શું લખું તને ? – ‘રાઝ’ નવસારવી

.

દિવસ, મહિના, સાલ વિશે શું લખું તને ?

વહેતા સમયની ચાલ વિશે શું લખું તને ?

 .

ચાલે છે ઠીક ઠીક ને એ રીતે ચાલશે,

જીવનની આજકાલ વિશે શું લખું તને ?

 .

હે દોસ્ત ! એ તો જાત અનુભવની ચીજ છે,

હું પ્રેમના કમાલ વિશે શું લખું તને ?

 .

તું જાણવા ચહે છે કે ખામોશ કેમ છું ?

અંગત છે, એ સવાલ વિશે શું લખું તને ?

 .

એવુંય થાય છે, કદી ઘાતક બને છે એ,

હું દોસ્તોની ઢાલ વિશે શું લખું તને ?

.

ચિંતા નથી જ્યાં સહેજ મને વર્તમાનની,

વીતી ગયેલી કાલ વિશે શું લખું તને ?

 .

( ‘રાઝ’ નવસારવી )

Share this

4 replies on “શું લખું તને ? – ‘રાઝ’ નવસારવી”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.