અમે મળીએ-ઉત્પલ ભાયાણી

અમે મળીએ છીએ ત્યારે

માત્ર વરસાદની મોસમ હોય છે

અને અમે મન મૂકીને પલળીએ છીએ

ગ્રહો બહુ જ નબળા થઈ જશે ત્યારે

કે બિલાડી આડી ઊતરશે ત્યારે

કે ડાબી આંખ ફરકશે ત્યારે

વીજળી અમારા પર ત્રાટકશે જ

પણ એથી પલળવાનું થોડું જ ગુમાવાય છે !

( ઉત્પલ ભાયાણી )

 

4 thoughts on “અમે મળીએ-ઉત્પલ ભાયાણી

Leave a reply to VIRAL SARAIYA Cancel reply