ભમરો મને મળી ગયો, બગીચાના દ્વાર પર.
તેનું બહાર નીકળવું અને,
મારું બગીચામાં જવું…
મને દ્વાર પર જ મળી ગયો.
અમે કોઈ વાર આમ જ મળી જઈએ છીએ.
કોઈ વાર એક ફૂલ, પર કોઈ વાર બીજા…
હું પાસે જાઉં ને ઊડી જાય.
ઘણીવાર વિચારું, શું કહેતો હશે એ ફૂલને !
ગુનગુન કરતો.
કોઈ વાર ગુલાબ સાથે,
કોઈ વાર મોગરા કે ચંપા સાથે,
તો કોઈ વાર એને…
કોઈ છોડની નાની નાની પાંદડી સાથે
કાંઈ ને કાંઈ વાતો કરતો જોયો છે.
અને એ પણ જોયું છે…
આ વાતો કરતાં કરતાં લેવા જેવું લઈ,
આપવા જેવું આપી, બાકીનું પાંખો ફફડાવી
ત્યાં જ ખંખેરીને એ નીકળી જાય છે.
એકંદરે એ બાગને મહેકતો રાખે છે
કોઈ ફૂલને ડંખ માર્યાનું
આજ સુધી મેં ક્યારેક સાંભળ્યું નથી
માણસને જ એ શા માટે ડંખે છે !
એ પણ આજ સુધી સમજાયું નથી.
( ચંદ્રકાન્ત નિર્મલ )
Hun paase jaau ne udi jaay
ghani waar vicharu , shu kaheto hashe e phulne
“maaNasane j e sha maate “dankhe” che
“e paN aaj sudhi samjayu nathi
Ch@ndr@
Wah saras laI aavyaa.
bhamro fulone karadato nathi pan fulone chumban kare Che!!
Sapana