ચકમકની પોટલી
તમરાં સજાવી શોધે છે બકબકની પોટલી,
ઢોળાઈ ગઈ છે રાતમાં ચકમકની પોટલી.
.
કાપી સતત રહી છે સમયને દિવસ ને રાત,
લટકી રહી જે ભીંત પર ટકટકની પોટલી.
.
ભાષા જુદી જ હોય છે શિશુઓના વિશ્વની,
ચકલીનું નામ હોય છે ચકચકની પોટલી.
.
બાંધે છે રાતે વસ્ત્રથી મલમલના, નભને કોણ ?
જાણે બની ગયું છે એ તારકની પોટલી !
.
એ સામે આવશે તો થશે શું, નથી ખબર;
એનો વિચાર માત્ર છે ધકધકની પોટલી.
.
ભૂલી સમય વહાલ કરે આંખ, આંખને !
વેરાઈ રહી છે, જોઈ લો ! રકઝકની પોટલી.
.
(શોભિત દેસાઈ)
શોભિતના સંપર્ક સૂત્રો મળશે ??
શોભિતના સંપર્ક સૂત્રો મળશે ??
સરસ ગઝલ.
સરસ ગઝલ.