ગઝલ ગુચ્છ-૧૬ – રાજેશ વ્યાસ “મિસ્કીન”

ભાંગશે ભવભવની ભાવઠ મોકલું છું,

શબ્દના લે તીર્થ અડસઠ મોકલું છું.

.

કૈંક રાતોએ સિતારાઓ મઢ્યા છે,

એ જ એકલતાનો બાજઠ મોકલું છું.

.

યાદના શ્લોકો ને સ્મરણોની ઋચાઓ,

એ અનાદિ કાળનો મઠ મોકલું છું.

.

પ્રાણને ઈચ્છા કદી ના થાય અમથી,

કોણ પાંચમની કરે છઠ મોકલું છું.

.

ગામ તો “મિસ્કીન” કરીને જાય હિજરત,

જાય ક્યાં કાંઠા સૂકાભઠ મોકલું છું.

.

( રાજેશ વ્યાસ “મિસ્કીન” )

.

ગઝલ ગુચ્છની “મોકલું છું” રદીફ વાળી ૧૫ ગઝલો આપણે ક્રમશ: માણી. આ ગઝલ ગુચ્છ વિશે રાજેશભાઈ કહે છે છે કે..”આ ગઝલ ગુચ્છની ગઝલો એક સાથે જ આવેલી છે. ૭મી મેની એ રાત હતી જ્યારે પ્રથમ ગઝલ આવી. છેલ્લી ગઝલ લખાઈ ત્યારે મ્હોંસૂઝણું થવા આવ્યું હતું. આ  ગઝલોના કાફિયા ભિન્ન છે. કાફિયાઓથી લઈને સમગ્ર સર્જનપ્રક્રિયા મારે માટે તે રાતે આશ્ચર્યજનક રહી છે. આગ જે લાગી છે ઘટઘટ મોકલું છું. આગ જે લાગી છે નસનસ મોકલું છું. આ બે પંક્તિમાં પુનરુક્તિ દોષ ગણાય. મારી દ્રષ્ટિએ ગમતા દોષ ક્ષમ્ય દોષ છે. આથી રહેવા દીધા છે.”

5 thoughts on “ગઝલ ગુચ્છ-૧૬ – રાજેશ વ્યાસ “મિસ્કીન”

  1. મિસ્કીનની ગઝલનો ગુલદસ્તો માણવાની ખુબજ મજા પડી. ગઇકાલેજ કવિને ફૉન કરીને વાકેફ કર્યાતો તેમણે પણ પોતાની પ્રસન્નતા વ્યક્ત કરી.

    Like

  2. મિસ્કીનની ગઝલનો ગુલદસ્તો માણવાની ખુબજ મજા પડી. ગઇકાલેજ કવિને ફૉન કરીને વાકેફ કર્યાતો તેમણે પણ પોતાની પ્રસન્નતા વ્યક્ત કરી.

    Like

  3. મિસ્કીનની ગઝલનો ગુલદસ્તો માણવાની ખુબજ મજા પડી. ગઇકાલેજ કવિને ફૉન કરીને વાકેફ કર્યાતો તેમણે પણ પોતાની પ્રસન્નતા વ્યક્ત કરી.

    Like

Leave a comment