ફરી એ જ વર્તુળ મહીં – ભરત ભટ્ટ ‘તરલ’

ફરી એ જ વર્તુળ મહીં વ્યાસ નાખ્યો,

પુનર્જન્મનો એક ઈતિહાસ નાખ્યો.

.

અમે મન ઉપર એક અધ્યાસ નાખ્યો,

કૂંડાળું કરીને વધુ ત્રાસ નાખ્યો !

.

અડાબીડ અંધાર – અજવાસ નાખ્યો,

અને આંખમાં તોય આભાસ નાખ્યો.

.

અમે પિંજરાને સ્વીકારી લીધું, તો-

તમે પિંજરામાં સતત શ્વાસ નાખ્યો.

.

એને પૂગવાની શરતમાં જ ઊગ્યાં,

એના ચાસ પાસે અમે ચાસ નાખ્યો.

.

( ભરત ભટ્ટ ‘તરલ’ )

Share this

2 replies on “ફરી એ જ વર્તુળ મહીં – ભરત ભટ્ટ ‘તરલ’”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.