ખળભળે – દત્તાત્રય ભટ્ટ

ઝાંઝવાંમાં ઝંખનાઓ ખળભળે,

પ્રાર્થનામાં કામનાઓ ખળભળે.

.

રાહ જોતા તત્વને સંકોર, જો !

બીજમાં સંભાવનાઓ ખળભળે.

.

આંસુ છે, વરસાદ જેને માનીએ,

આભમાં સંવેદનાઓ ખળભળે.

.

કોઈને ભેટી કે ચૂમી ના શકે,

જે હૃદયમાં વંચનાઓ ખળભળે.

.

શબ્દને નોખી રીતે હું વાપરું,

શબ્દમાં છે વ્યંજનાઓ ખળભળે.

.

( દત્તાત્રય ભટ્ટ )

2 thoughts on “ખળભળે – દત્તાત્રય ભટ્ટ

  1. વાહ ભટ્ટજી….!
    સરસ,
    આધ્યાત્મભાવને ખૂબ સુંદર અને સરળરીતે વણ્યો છે ગઝલમાં.
    બીજમાં સંભાવનાઓ ખળભળે….બહુ ગમ્યું.

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.