ખૂબ અઘરું કામ છે – રમેશ શાહ

એક ખોબા જળમાં તરવું ખૂબ અઘરું કામ છે,

ખિસ્સાના ખાલીપે ફરવું ખૂબ અઘરું કામ છે.

.

ટેકરી પર સાથ તારો ના મળ્યો લીલો, અને

ઢાળથી નીચે ઊતરવું ખૂબ અઘરું કામ છે.

.

નાહીને કોરાં થવાની વાતને કોરે મૂકો,

ભીતરે ભીનાં નીતરવું ખૂબ અઘરું કામ છે.

.

છોકરીના મનની વાતો વાવના જેવી જ છે,

વાવમાં ઊંડે ઊતરવું ખૂબ અઘરું કામ છે.

.

આંખ સામે છે સરસ કાગળ, કલમ ને મેજ, પણ

અહીં ગઝલમાં આવી ઠરવું ખૂબ અઘરું કામ છે.

.

( રમેશ શાહ )

Share this

4 replies on “ખૂબ અઘરું કામ છે – રમેશ શાહ”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.