હિમાલય હોય છે – કુમાર જૈમિનિ શાસ્ત્રી

બસ પલળવું એ જ આશય હોય છે

કોઈ પણ આંખો જળાશય હોય છે

.

માત્ર શ્રદ્ધા પર બધો આધાર હોય છે

ક્યાં બધા પથ્થર શિવાલય હોય છે

.

જામ પેઠે ગમ બધા પીતો રહ્યો

જિંદગી જાણે સુરાલય હોય છે

.

શક્યતાનો રોજ તોડું છું બરફ

લક્ષ્ય મારું તો હિમાલય હોય છે

.

ઝંખના પણ ક્યાં સુધી કરવી ઘટે ?

આખરે એની નિયત વય હોય છે

.

( કુમાર જૈમિનિ શાસ્ત્રી )

One thought on “હિમાલય હોય છે – કુમાર જૈમિનિ શાસ્ત્રી

  1. સરસ ગઝલ
    જામ પેઠે ગમ બધા પીતો રહ્યો
    જિંદગી જાણે સુરાલય હોય છે.
    વાહ।

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.