હિમાલય હોય છે – કુમાર જૈમિનિ શાસ્ત્રી

બસ પલળવું એ જ આશય હોય છે

કોઈ પણ આંખો જળાશય હોય છે

.

માત્ર શ્રદ્ધા પર બધો આધાર હોય છે

ક્યાં બધા પથ્થર શિવાલય હોય છે

.

જામ પેઠે ગમ બધા પીતો રહ્યો

જિંદગી જાણે સુરાલય હોય છે

.

શક્યતાનો રોજ તોડું છું બરફ

લક્ષ્ય મારું તો હિમાલય હોય છે

.

ઝંખના પણ ક્યાં સુધી કરવી ઘટે ?

આખરે એની નિયત વય હોય છે

.

( કુમાર જૈમિનિ શાસ્ત્રી )

2 thoughts on “હિમાલય હોય છે – કુમાર જૈમિનિ શાસ્ત્રી

  1. સરસ ગઝલ
    જામ પેઠે ગમ બધા પીતો રહ્યો
    જિંદગી જાણે સુરાલય હોય છે.
    વાહ।

    Like

  2. સરસ ગઝલ
    જામ પેઠે ગમ બધા પીતો રહ્યો
    જિંદગી જાણે સુરાલય હોય છે.
    વાહ।

    Like

Leave a reply to vajesinh pargi Cancel reply