આપો રજા – જગદીશ વરૂ

ખ્વાબમાં આવી શકું ? આપો રજા

લાગણી વાવી શકું ? આપો રજા

.

બોલવાની ના ભલે પાડો તમે

મૌન બિછાવી શકું ? આપો રજા

.

જામના બે ઘૂંટ જો આપો તમે

પ્યાસ બુજાવી શકું ? આપો રજા

.

જિંદગી શું ચીજ છે આ પ્યારમાં

મોત બોલાવી શકું ? આપો રજા

.

( જગદીશ વરૂ )

Share this

9 replies on “આપો રજા – જગદીશ વરૂ”

  1. ક્યા બાત હૈ… ક્યા બાત હૈ.. બહોત અચ્છે..

    બોલવાની ના ભલે પાડો તમે .
    મૌન બિછાવી શકું આપો રજા

  2. ક્યા બાત હૈ… ક્યા બાત હૈ.. બહોત અચ્છે..

    બોલવાની ના ભલે પાડો તમે .
    મૌન બિછાવી શકું આપો રજા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.