મારી વેદનાનું ગીત – સંદીપ ભાટિયા

લીલીકુંજાર મારી વેદનાનું ગીત

તને સંભળાવું કેમ મારા મીત !

.

લઈને ચાબુક અહીં લોક ઊભું ને મારી લાગણીનો વાંસો ઉઘાડો

લયને મારગડે પગલું મૂકું ને પડે માણસનો પડછાયો આડો

.

લીલેરા લહેકાને લણવાની રીત

તને સમજાઉં કેમ મારા મીત !

.

ઓળખના અડાબીડ જંગલમાં જાઉં ત્યારે પાંદડીઓ જોઈ રહે આડું

સિલ્લકને સાચવીને મારે શું કામ, શું રે સુખદુ:ખના સરવાળા માંડું

.

માણસને ભેટવામાં કાંઈ નથી હિત

તને સમજાવું કેમ મારા મીત !

.

( સંદીપ ભાટિયા )

2 thoughts on “મારી વેદનાનું ગીત – સંદીપ ભાટિયા

  1. લઇ ને ચાબુક અહી લોક ઉભું અને મારી લાગણી નો ઉઘાડો વાંસો…speechless…!!!

    Like

  2. લઇ ને ચાબુક અહી લોક ઉભું અને મારી લાગણી નો ઉઘાડો વાંસો…speechless…!!!

    Like

Leave a reply to ક્રિષ્ના Cancel reply