એકવાર – બસ એકવાર…
તું
મારી અંદર ફેલાતો જા !
.
આંખનું કાજળ – હોઠની રંગત
સાથે લઈને રેલાતો જા.
સુક્કા-સુક્કા તતડી ગયેલા,
અંગ ઉપર
તું
છાલક થઈને,
’છપાક’ દઈને, વાગ જોરથી…
.
રોમ રોમ પર
ફીણફીણ થઈ વિખરાતો જા.
બંને કાંઠા તોડી નાખી,
બસ, ધસમસતો વહી આવ તું.
બુંદ બુંદ થઈ, આખેઆખો
મારી અંદર ઠલવાતો જા.
અંગઅંગને ભીંસ દઈને
ચૂર – ચૂર કર.
.
લોહીના લયમાં ભેળવી દે તું …
રંગના કૂંડાં ભરીભરીને,
કમખા ઉપર ચિતરાતો જા.
બત્રીસ કોઠે દીવા થઈને
મારી અંદર ઝળહળતો જા.
.
( કાજલ ઓઝા-વૈદ્ય )
કાજલ ઓઝા વૈદ્ય – હોનહાર કવિયત્રી અને આધુનિક નારીની વેદનાને વાચા આપતા લેખીકા છે. તેમને ભાવનગર સાંભળવાની તક મળી હતી.
LikeLike
કાજલ ઓઝા વૈદ્ય – હોનહાર કવિયત્રી અને આધુનિક નારીની વેદનાને વાચા આપતા લેખીકા છે. તેમને ભાવનગર સાંભળવાની તક મળી હતી.
LikeLike
ઝળહળવામાં હજુ કંઈ બાકી રહ્યું છે?
LikeLike
ઝળહળવામાં હજુ કંઈ બાકી રહ્યું છે?
LikeLike